સ્વરા ભાસ્કરના પેરન્ટ્સની ૩૫મી વેડિંગ ઍનિવર્સરી હોવાથી તેણે મ્યુઝિકલ નાઇટ દ્વારા તેમને સરપ્રાઇઝ આપી હતી. આ માટે તેણે વોકલિસ્ટ સુધા રઘુરામનને ઇન્વાઇટ કરી હતી. મ્યુઝિકલ નાઇટમાં તેણે તેના ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફૅમિલીને આમંત્રણ આપ્યું હતું. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને ફંક્શન ખૂબ જ ઓછા માણસમાં કરવામાં આવ્યું હતું. આ વિશે સ્વરાએ કહ્યું હતું કે ‘મારા પિતા આંધ્રપ્રદેશથી છે અને કર્ણાટક વોકલ તેમનું ફેવરિટ છે. સંજોગની વાત છે કે સુધાજીએ મારા આરંગેત્રમ વખતે પણ પર્ફોર્મ કર્યું હતું. આ કોઈ બહુ મોટું ફંક્શન નહોતું, પરંતુ દરેક વ્યક્તિ એન્જૉય કરે એનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મારા પેરન્ટ્સ ખૂબ જ ખુશ હતા અને એ જ મારા માટે સૌથી મહત્ત્વનું છે.’
હૉરર ફિલ્મ ધ વાઇફને લઈને ગુરમીતે કહ્યું, આપણે બધા વાઇફથી ડરતા હોઈએ છીએ
25th February, 2021 13:34 ISTબૉડી-ડબલ ઍક્ટર ન હોવાનો આભાર માન્યો તાપસી પન્નુએ
25th February, 2021 13:05 ISTહાલમાં ખૂબ જ વ્યસ્ત છે બચ્ચન ફૅમિલી
25th February, 2021 12:41 ISTરશ્મિકાએ મુંબઈમાં હોટેલની જગ્યાએ ઘર ભાડે રાખ્યું
25th February, 2021 12:33 IST