Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુષ્મિતા સેનનો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો !!

સુષ્મિતા સેનનો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો !!

23 July, 2019 12:09 PM IST | મુંબઈ

સુષ્મિતા સેનનો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો !!

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન


બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ભલે હાલ ફિલ્મોથી દૂર હોય, જો કે ફેન્સ સાથે કેવી રીતે સંપર્ક રાખવો, ચર્ચામાં કેવી રીતે રહેવું તે તેમને સારી રીતે આવડે છે. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સમયાંતરે પોતાના ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતા રહે છે. સુષ્મિતા સેન ક્યારેક પુત્રીઓ સાથે તો ક્યારેક બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે મસ્તી કરતી દેખાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

સુષ્મિતા સૅનનો આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં સુષ્મિતા સેન કંઈક એવું કરી રહી છે, જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. સુષ્મિતા સેને પોતાના વર્કઆઉટ સેશનનો એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે જબરજસ્ત વર્કઆઉટ કરતી દેખાઈ રહી છે.



સુષ્મિતા પોતાની ફિટનેસને લઈ કેટલી જાગૃત છે તે વાત તો બધા જ જાણે છે. આ પહેલા પણ તે પોતાના વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરી ચૂકી છે. એટલું જ નહીં ફિટનેસ મામલે તો તે પોતાના બોય ફ્રેન્ડ રોમહનને પણ ટક્કર આપે છે.


અહીં જુઓ વીડિયો


હાલ તો સુષ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડ રોહમન શૉલ અને પુત્રીઓ સાથે અર્મેનિયામાં વેકેશન એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયોઝ શૅર કર્યા હતા. જેમાં સુષ્મિતા મસ્તી કરતી દેખાઈ હતી. કેટલાક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે સુષ્મિતા અને રોહમનનું બ્રેકઅપ થઈ ગયું છે, જો કે પોતાના બોયફ્રેન્ડ સાથે ફોટોઝ શૅર કરીને સુષ્મિતાએ આ વાતોને ખોટી સાબિત કરી દીધી હતી.

આ પણ વાંચોઃ Preeti Desai: મૂળ ગુજરાતી યુવતી ઈન્ટરનેશનલ ફિલ્મોમાં થઈ છે સફળ

ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન લાંબા સમયથી બોલીવુડની ફિલ્મોમાં નથી દેખાઈ, પરંતુ તેનું ફૅન ફોલોઈંગ હજી પણ એટલું જ છે. સ્થિતિ એવી છે કે તે ઈન્સ્ટાગ્રામ પર કોઈ ફોટો કે વીડિયો શૅર કરે તો તે વાઈરલ થઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 12:09 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK