સુષ્મિતા સેનના ભાઇ રાજીવ અને ચારૂ અસોપાના લગ્નની વિધિઓ શરૂ

Published: Jun 15, 2019, 17:40 IST

કેટલાક વીડિયોમાં હોટેલની અંદર ચારૂના પરિવારજનો ગોવાના મ્યૂઝિક પર ડાન્સ કરતા જોવા મળે છે. તો કેટલાકમાં દુલ્હન મહેંદી લગાડાવતી જોવા મળે છે

રાજીવ અને ચારુ અસોપા
રાજીવ અને ચારુ અસોપા

સુષ્મિતા સેનના ભાઇ રાજીવ અને અભિનેત્રી ચારૂ અસોપાના લગ્નના ફંક્શન્સ શરૂ થઇ ગયા છે. બન્ને પરિવાર ગોવા પહોંચી ગયા છે, જ્યાં શુક્રવારે સગાઇના ફંક્શનથી વિધિઓની શરૂઆત થઇ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર કેટલીય તસવીર અને વીડિયોઝ શેર કરવામાં આવ્યા છે, જેમાં લગ્નની વિધિઓ જોવા મળે છે. કેટલાક વીડિયોમાં હોટેલની અંદર ચારૂના પરિવારજનો ગોવાના મ્યૂઝિક પર ડાન્સ કરતા જોવા મળે છે. તો કેટલાકમાં દુલ્હન મહેંદી લગાડાવતી જોવા મળે છે

સગાઇ પછી બન્નેએ એકબીજાને કરી કિસ

સગાઇના ફોટોઝ અને વીડિયોઝમાં ચારૂ અને રાજીવ હાથોમાં હાથ નાખીને પોઝ આપતાં જોવા મળે છે. આ સિવાય તે શેમ્પેન ખોલતાં અને એકબીજાને કિસ કરતાં પણ જોવા મળે છે રાજીવે પણ સગાઇની તસવીર શેર કરતાં લખ્યું છે કે, "તેણે પણ મને ના છોડ્યો અને મે પણ તેને જવા ન દીધી." એક વીડિયોમાં રાજીવ શેમ્પેન ખોલતો જોવા મળે છે. આની સાથે જ તેણે લખ્યું છે કે, "હું તને 1000 વર્ષ અને તેના પછી પણ પ્રેમ કરીશ."

ફ્લાઇટમાં માતા સાથે પણ મસ્તી કરતો જોવા મળ્યો રાજીવ

ગોવા પહોંચ્યા પહેલા રાજીવે ફ્લાઇટની અંદરથી માતા શુભ્રા સાથે હતો તેવી તસવીર શેર કરી હતી. તેની સાથે કેપ્શન લખ્યું હતું, "હવા વચ્ચે માતા સાથે મસ્તી" આ સિવાય તેણે ઇન્સ્ટા પર સ્ટોરી પર પણ કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું હતું, "ગોવાના રસ્તામાં, વિશ્વની સૌથી સુંદર આત્મા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું." આના પર ચારૂએ રિપ્લાય કર્યું, "આઇ લવ યૂ બેબી.....તમારી દુલ્હન રાહ જોઇ રહી છે, જલ્દી આવી જાઓ."

આ પણ વાંચો : હ્રિતિક રોશનની ફિલ્મ ‘Super 30’ની વધુ મુશ્કેલી, ફિલ્મની રિલીઝ પર લટકી તલવાર

સુષ્મિતા સેન પણ લગ્ન માટે પહોંચી ગોવા

ભાઈના લગ્ન માટે સુષ્મિતા સેન પણ ગોવા પહોંચી ગઈ છે. શુક્રવારે તે પિતા સુબીર સેન, બોયફ્રેન્ડ રોહમાન શૉલ અને બન્ને દીકરીઓ રેની, અલિસા સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. રાજીવ અને ચારૂ 8 જૂનના કોર્ટમાં લગ્ન કરી ચૂક્યા છે. બન્નેએ આ બાબતની જાણ સોશિયલ મીડિયા પર કરી હતી. 16 જૂનના ગોવામાં બન્નેના હિન્દૂ વિધિથી લગ્ન થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK