Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > આર્યાથી સુષ્મિતા સેનનું ડિજિટલ ડેબ્યુ પ્રાઇમની સિરીઝમાં ટાઇટલ રોલ ભજવશે

આર્યાથી સુષ્મિતા સેનનું ડિજિટલ ડેબ્યુ પ્રાઇમની સિરીઝમાં ટાઇટલ રોલ ભજવશે

06 February, 2020 01:21 PM IST | Mumbai Desk

આર્યાથી સુષ્મિતા સેનનું ડિજિટલ ડેબ્યુ પ્રાઇમની સિરીઝમાં ટાઇટલ રોલ ભજવશે

આર્યાથી સુષ્મિતા સેનનું ડિજિટલ ડેબ્યુ પ્રાઇમની સિરીઝમાં ટાઇટલ રોલ ભજવશે


મિસ યુનિવર્સ અને બૉલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન એક લાંબા બ્રેક બાદ કમબૅક કરવા જઈ રહી છે. તે આ વખતે મોટા પડદે નહીં, પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર અભિનય કરતી જોવા મળશે. ઍમેઝૉન પ્રાઇમની આગામી વેબ-સિરીઝ ‘આર્યા’માં લીડ રોલ તરીકે સુષ્મિતા સેનનું નામ ચર્ચાઈ રહ્યું છે. આશરે છએક મહિના પહેલાં સુષ્મિતા સેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો કોઈ સારી સ્ક્રિપ્ટ હશે તો તે ફરી અભિનય કરવા માગે છે.

ઍમેઝૉન પ્રાઇમની આ વેબ-સિરીઝમાં રાજસ્થાની બૅકડ્રોપ હશે અને સુષ્મિતા ‘આર્યા’ તરીકે લીડ રોલમાં જોવા મળશે. સુષ્મિતા સેન છેલ્લે ૨૦૧૦માં આવેલી અનીસ બઝમીની ફિલ્મ ‘નો પ્રૉબ્લેમ’માં જોવા મળી હતી જેમાં અનિલ કપૂર, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, કંગના રનૌત વગેરે કલાકારો હતાં.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 01:21 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK