Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે લગ્ન કરશે સુસ્મિતા સેન

15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે લગ્ન કરશે સુસ્મિતા સેન

31 July, 2019 07:23 PM IST |

15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે લગ્ન કરશે સુસ્મિતા સેન

15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે લગ્ન કરશે સુસ્મિતા સેન


બોલીવુડ એક્ટ્રેસ સુસ્મિતા સેન બોલીવુડ દુનિયાથી ઘણી દૂર છે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરે છે. સુસ્મિતા સેનના લગભગ ફોટોઝ તેમના પરિવાર સાથેના જોવા મળે છે જો કે સુષ્મિતાએ હજુ સુધી લગ્ન કર્યા નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આટલા સમય પછી હવે સુસ્મિતા સેન લગ્ન કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે સુસ્મિતા શેન રોહમન શૉલ સાથે લગ્નગ્રંથિમાં જોડાઈ શકે છે.

સ્ટાર સુસ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી રોહમન શૉલને ડેટ કરી રહી છે અને ઘણીવાર બન્નેને સાથે જોવા મળ્યા છે. ફેમિલી ફંકશન હોય કે પછી ફેમિલી વેકેશન બન્ને સાથે જ જોવા મળે છે. મેગેઝીન વોગ અનુસાર, રોહમન અને સુસ્મિતા આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. રોહમન સુસ્મિતાને પહેલા જ પ્રપોઝ કરી ચૂક્યા છે અને એક્ટ્રેસે આ પ્રપોઝલ સ્વીકારી લીધુ છે.



ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ પહેલા જ અફવાઓ વાયરલ થઈ હતી કે, સુસ્મિતા અને રોહમનનું બ્રેકઅપ થઈ ગયું છે. રોહમને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી હતી ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતુ કે સુસ્મિતા અને રોહમન અલગ થઈ ગયા છે.પરતું એક્ટ્રેસ ફરી એકવાર બન્નેનો ફોટો શૅર કર્યો હતો જેના પરથી સ્પષ્ટ થાય છે કે, બન્ને સ્ટાર વચ્ચેના સંબંધોમાં કોઈ તિરાડ પડી નથી. રોહમન હાલમાં સુસ્મિતાના ભાઈના લગ્નમાં પણ હાજર રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2019 07:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK