સુશાંતની Ex-gfને ફરી થયો પ્રેમ, આ ગુજરાતી છોકરા સાથે કરશે લગ્ન!

Published: Jul 03, 2019, 14:53 IST | મુંબઈ ડેસ્ક

આ તસવીરો શેર કરતાં અંકિતાએ લખ્યું કે, "આ વિશે હું વિચારીશ." પણ બન્નેની તસવીરોથી એ કન્ફર્મ થાય છે કે બન્ને એક સાથે ખૂબ જ ખુશ છે.

અંકિતા લોખંડે બૉયફ્રેન્ડ વિકી જૈન સાથે
અંકિતા લોખંડે બૉયફ્રેન્ડ વિકી જૈન સાથે

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને ફરી પ્રેમ થઈ ગયો છે.

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લ ફ્રેન્ડ અંકિતા લોખંડેને ફરી પ્રેમ થઈ ગયો છે. અંકિતાએ પોતે આ વાત સ્વીકારી છે, આ વખતે તે ગુજરાતી છોકરાને ડેટ કરી રહી છે. અંકિતાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર વિકી જૈન સાથે કેટલીક તસવીરો શેર કરી છે અને જેના દ્વારા તેણે પોતાની આ રિલેશનશિપનો ખુલાસો કર્યો છે.

અંકિતા અને વિકીને ઘણીવાર એક સાથે દેખાયા છે, પણ બન્નેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. જો કે હવે અંકિતાએ વિકી સાથેની એવી તસવીર શેર કરી છે જેનાથી કન્ફર્મ થઈ ગયું છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. અભિનેત્રીએ જે તસવીરો શેર કરી છે તેમાં વિકી તેને ઘુંટણે બેસીને પ્રપોઝ કરી રહ્યો છે. તો બીજી તસવીરમાં બન્નેએ એકબીજાનો હાથ પક્ડ્યો છે.

અન્ય એક તસવીરમાં વિકી, અંકિતાના ગાલ પર કિસ કરે છે. આ તસવીરો શેર કરતાં અંકિતાએ લખ્યું કે, "આ વિશે હું વિચારીશ." પણ બન્નેની તસવીરોથી એ કન્ફર્મ થાય છે કે બન્ને એક સાથે ખૂબ જ ખુશ છે.

ટીવીની દુનિયાથી પોતાના કરિઅરની શરૂઆત કરનારી અંકિતા લોખંડે હવે બોલીવુડમાં પોતાનો પગપેસારો કરી ચૂકી છે. તાજેતરમાં જ અંકિતા, કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા'માં જોવા મળી હતી. જણાવીએ તે અંકિતા લાંબા સમય સુધી સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં હતી. પણ પછીથી બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

 
 
 
View this post on Instagram

I will think about it 😛😛😛😛 @jainvick 😂❤️

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onJul 2, 2019 at 8:22am PDT

આ પણ વાંચો : વિરાટ કોહલી ગુજરાતી દાદીને મળ્યો, તો અનુષ્કાએ કહ્યું કંઈક આવું

ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે તેની ઝીટીવી પર આવતી સિરિયલ પવિત્ર રિશ્તાથી ખૂબ જ લોકપ્રિય બની હતી. ચર્ચા એવી હતી કે આ સિરિયલમાં સુશાંત સિંહ સાથે કામ કરતી વખતે તેની મુલાકાત તેની સાથે થઈ અને ત્યારથી જ બન્ને રિલેશનશિપમાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK