Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતના સુસાઇડને કારણે શું બૉલીવુડના નવા રાઝ ખૂલશે?

સુશાંતના સુસાઇડને કારણે શું બૉલીવુડના નવા રાઝ ખૂલશે?

17 June, 2020 11:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશાંતના સુસાઇડને કારણે શું બૉલીવુડના નવા રાઝ ખૂલશે?

રવીના ટંડન

રવીના ટંડન


રવીના ટંડને હાલમાં જ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે થયેલા અન્યાય વિશે સોશ્યલ મીડિયામાં વાત કરી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને કારણે બૉલીવુડમાં સગાવાદને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. જોકે રવીના ટંડનનું કહેવું છે કે બૉલીવુડમાં કૅમ્પ પહેલેથી ચાલતા આવ્યા છે અને હજી પણ છે. તેની સાથે થયેલી ઘટના વિશે રવીના ટંડને ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રીમાં ‘મીન ગર્લ’ ગૅન્ગ છે. કૅમ્પ્સ પણ અસ્તિત્વ ધરાવે છે. મારી મજાક ઉડાડવામાં આવતી હતી. હીરોઝ, તેમની ગર્લફ્રેન્ડ્સ અને ચમચા જર્નલિસ્ટ દ્વારા મને પણ ફિલ્મોમાંથી કઢાવવામાં આવી હતી. તેઓ કરીઅર બગાડવા માટે મીડિયામાં ખોટી સ્ટોરીઝ પણ ચલાવતા હતા. ઘણી વાર કરીઅર ખરાબ થઈ જતી હતી. તમે ટકી રહેવા માટે ખૂબ જ વલખાં મારો છો. સામે ફાઇટ કરો છો. કેટલાક સર્વાઇવ કરી શકે છે તો કેટલાક નહીં. જૂના ઘા ફરી યાદ આવી ગયા.’

રવીનાનું કહેવું છે કે કોઈ સામે આવીને સાચું કહે તો લોકો તેને પાગલ કહે છે અને જૂઠા સાબિત કરી દે છે. આ વિશે વધુ જણાવતાં રવીનાએ કહ્યું હતું કે ‘તમે જેટલી સખત મહેનત કરી હોય એને ચમચા જર્નલિસ્ટ પાનાં ભરી-ભરીને ખોટા સમાચાર છાપી એના પર પાણી ફેરવી કાઢે છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં જન્મી છું અને એણે મને જે કંઈ પણ આપ્યું છે એની હું આભારી છું, પરંતુ ડર્ટી પૉલિટિક્સ છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2020 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK