સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં સલમાન ખાનની પૂછપરછ નહીં થાય

Published: Jul 15, 2020, 17:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાની આત્મહત્યાના કેસમાં અત્યાર સુધીમાં 35થી વધુ લોકોના નિવેદન લેવાયા છે

સલમાન ખાન, સુશાંત સિંહ રાજપૂત
સલમાન ખાન, સુશાંત સિંહ રાજપૂત

34 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરના બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં બાન્દ્રા પોલીસે 35 લોકોના નિવેદન લીધા છે. આ 35 લોકોમાં સુશાંતના પરિવારના સભ્યો સહિત સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty), ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali), કાસ્ટિંગ નિર્દેશક મુકેશ છાબરા (Mukesh Chhabra), 'દિલ બેચારા' ફિલ્મની તેની હિરોઈન સંજના સાંઘી (Sanjana Sanghi), યશરાજ ફિલ્મના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્મા (Shanu Sharma), સેલિબ્રિટી મેનેજર રેશમા શેટ્ટ (Reshma Shetty) નો પણ સમાવેશ છે. હવે એવી ચર્ચાઓએ જોર પકડયું હતું કે, બાન્દ્રા પોલીસ સલમાન ખાન (Salman Khan)ની પણ પૂછપરછ કરશે. જોકે, એક અહેવાલ પ્રમાણે ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (DCP) અભિષેક ત્રિમુખે આ વાતનો ઈનકાર કર્યો છે.

એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં ડીસીપી અભિષેક ત્રિમુખે કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની અત્યાર સુધીની તપાસમાં સલમાન ખાનની સીધી કે આડકતરી કોઈ સંડોવણી નથી. પોલીસ તપાસ હજી ચાલુ છે. જો આ અંગે કોઈપણ લીડ મળશે તો પોલીસ સલમાન ખાનની તપાસ ચોક્કસ કરશે. સોશ્યલ મીડિયામાં ચાલતી અફવાઓને આધારે પોલીસ તપાસ નથી. અત્યાર સુધીની તપાસ પ્રમાણે સલમાન ખાનનો હાથ હોવાના કોઈ પુરાવા કે લીડ મળી નથી.

આ પણ વાંચો: ક્રિતી સૅનને પોસ્ટ કરેલી કવિતા સુશાંત સિંહ રાજપૂત માટે હતી?

સુશાંત સિંહ રાજપૂતને બૉલિવુડના કેટલાક લોકોએ બૉયકોટ કરીને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો હોવાનો આરોપ છે. જેમાં સલમાન ખાનનું પણ નામ સંડોવાયેલું છે.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસની પોલિસ તપાસ ચાલી રહી છે. અભિનેતા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર પણ ચાલતી હતિ. સુશાંતના મૃત્યુ બાદ બૉલિવુડમાં સગાવાદના મુદ્દાએ ફરી એકવાર જોર પકડયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK