સુશાંતની બહેને ફરી એકવાર શૅર કરી અભિનેતાની તસવીર, જોઈને થઇ જશો ભાવુક

Updated: Jul 22, 2020, 15:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શ્વેતા સિંહ કિર્તીએ ભાઈ સાથેની તસવીર શૅર કરીને કહ્યું, કદાચ હું વધુ એકવાર તને પકડી શકી હોત

સુશાંત સિંહ રાજપૂત બહેન શ્વેતા સિંહ કિર્તી (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
સુશાંત સિંહ રાજપૂત બહેન શ્વેતા સિંહ કિર્તી (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને એક મહિનો થઈ ગયો છે છતા તે હજી પણ જીવંત હોય તેવુ લાગે છે. ફૅન્સ હોય કે પરિવારના સભ્યો અથવા તો બૉલીવુડ સેલેબ્ઝ સહુ કોઈ સુશાંત સિંહ રાજપૂત સાથેની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને તેની યાદો તાજા કરે છે. અભિનેતાની બહેન શ્વેતા સિંહ કિર્તી તેની સાથેની જુની તસવીરો અને વીડિયો સતત પોસ્ટ કરતી હોય છે. તાજેતરમાં તેણે સુશાંત સાથે જે તસવીર પોસ્ટ કરી છે તે જોઈને ભાવુક થઈ જવાય.

શ્વેતા સિંહ કિર્તીએ સુશાંત સિંહ સાથેની તસવીર શૅર કરતા લખ્યું છે કે, કદાચ હું વધુ એકવાર તને પકડી શકી હોત. તસવીરમાં ભાઈ-બહેન એકદમ ખુશખુશાલ દેખાય છે.

 
 
 
View this post on Instagram

I wish I could hold you just one more time...

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) onJul 21, 2020 at 6:43am PDT

એટલું જ નહીં શ્વેતા અવારનાવાર સુશાંત સાથેની તસવીરો શૅર કરતી હોય છે. થોડાક સમય પહેલા તેણે એક જુનો વીડિયો શૅર કર્યો હતો. જેમાં તે તેની મનગમતી વસ્તુઓ કરતો હતો. સાથે જ શ્વેતાએ કૅપ્શનમાં લખ્યું હતું કે, માય ફોરએવર સ્ટાર.

 
 
 
View this post on Instagram

A pain so precious so close tat u wldnt trade the world for it!! A wound so deep, so grave you wouldn't and couldn't ever share it!

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) onJul 18, 2020 at 8:34pm PDT

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: વરીષ્ઠ મનોચિકિત્સકે પોલીસને કહ્યું કે સુશાંત સતત ડૉક્ટર્સ બદલતો, દવાઓ ન લેતો

જેમાં તાજેતરમાં નવો ખુલાસો બહાર આવ્યો છે કે, અભિનેતાની ભૂતપુર્વ મેનેજર દિશા સલિયનની આત્મહત્યા બાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તે બહુ ચિંતિત થવા લાગ્યો હતો. તેણે છેલ્લા ઘણા સમયથી દવા પણ લેવાનું બંધ કરી દીધું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 35થી વધુ લોકોના નિવેદન લીધા છે. વધુ તપાસ ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK