સુશાંત સિંહ રાજપૂતની બહેને શૅર કરી અભિનેતાની હેન્ડ રિટન નોટ

Published: 13th January, 2021 11:46 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાએ જીવન વિશે લખેલી આ નોટ વાંચીને આંખમા આવશે પાણી

સુશાંત સિંહ રાજપૂત (ફાઈલ તસવીર)
સુશાંત સિંહ રાજપૂત (ફાઈલ તસવીર)

14 જૂને આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આવતીકાલે સાત મહિના થઈ જશે. પરંતુ અભિનેતાની યાદો હજી પણ ફૅન્સ અને પરિવારજનોના દિલમાં જીવંત છે. ફૅન્સ અને ફૅમેલી મેમ્બર સતત સોશ્યલ મીડિયા પર અભિનેતા વિશે કંઈક ને કંઈક પોસ્ટ કરતા જ હોય છે. દરમિયાન અભિનેતાની બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti)એ સુશાંતની એક હેન્ડ રિટન નોટ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે. જે વાંચીને ચોકક્સ આંખોમા પાણી આવી જશે. આ પોસ્ટ પર અભિનેતાના ફૅન્સ કમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યાં છે.

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્વર્ગીય અભિનેતાએ જાતે લખેલી નોટ શૅર કરી છે. સાથે કૅપ્શન લખ્યું છે કે, ‘ભાઈએ લખ્યું છે...તેના ઉમદા વિચારો’.

અભિનેતાએ લખેલી નોટની વાત કરીએ તો તેમા તેણે લખ્યું છે કે, ‘મને લાગે છે કે મેં જીવનના 30 વર્ષ વિતાવી દીધા, પહેલાં 30 કંઈક બનવાના પ્રયત્નોમાં. હું કેટલીક વસ્તુઓ શીખવા માંગતો હતો, હું ટેનિસ, સ્કૂલ અને ગ્રેડ્સમાં સારો બનવા માંગતો હતો અને મેં દરેક વસ્તુને એ જ દ્રષ્ટિકોણથી જોઈ, હું જેવો છું તેનાથી ખુશ નથી. પરંતુ શું હું આ બધી બાબતોમાં સારો થઈ શક્યો...મને લાગે છે કે હું ખોટું કરી રહ્યો હતો, કારણ કે પહેલાં મારે એ શોધવાનું હતું કે હું પહેલાં શું કરવા માંગતો હતો’.

આ પણ જુઓ: Goodbye 2020: આ સેલેબ્ઝે દુનિયામાંથી લીધી વિદાય 

તમને જણાવી દઈએ કે, 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસના મતે, સુશાંત સિંહ રાજપૂત નવેમ્બર 2019થી ડિપ્રેશનમાં હતો અને ડૉક્ટર પાસેથી સારવાર પણ લઈ રહ્યો હતો. આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ED), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) સહિત દરેક ટોચની એજન્સી કરી રહી છે. છેલ્લા છ મહિનાથી તપાસ ચાલી રહી છે પણ હજી ખુલાસો નથી થયો કે અભિનેતાએ ખરેખર આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK