Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘મૃત વ્યક્તિ બોલી શકે નહીં એટલે તેના ઉપર જ આરોપ મૂકો’

‘મૃત વ્યક્તિ બોલી શકે નહીં એટલે તેના ઉપર જ આરોપ મૂકો’

09 September, 2020 08:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

‘મૃત વ્યક્તિ બોલી શકે નહીં એટલે તેના ઉપર જ આરોપ મૂકો’

‘મૃત વ્યક્તિ બોલી શકે નહીં એટલે તેના ઉપર જ આરોપ મૂકો’


સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગનો મામલો બહાર આવ્યો ત્યાર બાદ બાદ મંગળવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) ધરપકડ કરી છે. અભિનેત્રી મંગળવારે કાળા રંગનું ટી-શર્ટ પહેરીને એનસીબીની ઓફિસ પહોંચી હતી. ટી-શર્ટ પર લખેલા શબ્દોને ઘણા બૉલીવુડ સેલેબ્ઝ ટેકો આપી રહ્યાં છે અને રિયા માટે ન્યાયની અપીલ કરી રહ્યાં છે.

રિયા ચક્રવર્તીએ પહેરેલા ટી-શર્ટ પર લખ્યું હતું કે, 'ગુલાબ લાલ છે, વાયોલેટ વાદળી છે, ચાલો આપણે અને તમે મળીને પિતૃસત્તાનો નાશ કરીએ.' સેલેબ્ઝ આ જ લાઈનોને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેત્રી માટે ન્યાયની માગણી કરી રહ્યાં છે. સાથે જ હૅશટેગ #justiceforrhea અને #SmashPatriarchy પણ વાપરી રહ્યાં છે. અનુરાગ કશ્યપ (Anurag Kashyap), વિદ્યા બાલન (Vidya Balan), સોનમ કપૂર(Sonam Kapoor), ફરહાન અખ્તર (Farhan Akhtar), અમૃતા અરોરા (Amrita Arora), અભય દેઓલ (Abhay Deol), દિયા મિર્ઝા (Dia Mirza), ટિસ્કા ચોપડા (Tisca  Chopra), શિબાની દાંડેકર (Shibani Dandekar), પુલકિત સમ્રાટ (Pulkit Samrat) સહિતના સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.



આ સામે સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ આ પોસ્ટમાં ફોટોમાં ફેરફાર કરીને કૅપ્શન આપી છે #JusticeForSushantSinghRajput


 
 
 
View this post on Instagram

#JusticeForSushantSinghRajput

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) onSep 8, 2020 at 1:08pm PDT


તેમ જ શ્વેતાએ સુશાંતના ડ્રગ લેવા બાબતે કહ્યું કે, આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે શા માટે આ લોકો રિયાને સપોર્ટ કરી રહ્યા છે, એક વાત સમજી લો કે અમે ડોબા નથી. ફક્ત સંપૂર્ણ સચ્ચાઈની રાહ જોઈ રહ્યા છે અને તે પછી આપણે જાણીશું કે આ સપોર્ટ્સ ક્યાં છે. મૃત લોકો બોલી શકતા નથી એટલે તેના ઉપર જ આરોપ મૂકો. શરમ કરો!#WorldUnitedForSSRJustice.

અન્ય એક પોસ્ટમાં શ્વેતાએ કહ્યું કે, ચિંતા ન કરો, શાંતિ રાખો. સંપૂર્ણ સચ્ચાઈ સામે આવશે. હાલ પેઈડ પીઆર ઉપર ધ્યાન ન આપો. એનસીબી, સીબીઆઈ અને ઈડી શ્રેષ્ઠ કામ કરી રહી છે. તેમના ઉપર વિશ્વાસ રાખો. ભગવાન આપણી સાથે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2020 08:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK