સુશાંત સિંહ રાજપૂતની બહેન મિતુ સિંહે કહ્યું, 'ભાઈ મારું ગર્વ હતો'

Updated: 19th September, 2020 16:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાની બહેને સોશ્યલ મીડિયા પર માતા અને ભાઈની તસવીર શૅર કરીને ફૅન્સને ઈમોશનલ કર્યા

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને ત્રણ મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. પરંતુ અભિનેતાની નજીકના લોકો હજી આ દુ:ખમાંથી બહાર આવી શકતા નથી. તાજેતરમાં જ અભિનેતાની મોટી બહેન મિતુ સિંહે સોશ્યલ મીડિયા પર સ્વર્ગીય માતા અને ભાઈની તસવીર શૅર કરી છે. સાથે જ કહ્યું છે કે, 'ભાઈ મારું ગર્વ હતો.' અભિનેતાની બહેનની આ પોસ્ટ જોઈને ફૅન્સ ઈમોશનલ થઈ ગયા છે.

સુશાંત સિંહ રાજપૂતની બહેન મિતુ સિંહે સોશ્યલ મીડિયા પર ફૅન્સે બનાવેલું પેન્ટિંગ શૅર કર્યું છે. મિતુએ જે પેન્ટિંગ શૅર કર્યું છે તેમાં સુશાંત સિંહ રાજપૂત તેની માતા પાસેથી આશીર્વાદ લઈ રહ્યો છે. મિતુએ ટ્વીટ કર્યું છે કે, 'માતા મારી એનર્જીનો સોર્સ હતી, ભાઈ મારું ગર્વ હતો, બન્નેને જલ્દી ખોઈ દીધા, આ દુઃખને સહન નથી કરી શકતી.'

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત તેની માતા ઉષા સિંહની બહુ નજીક હતો. અભિનેતાની માતા ઉષા સિંહનું મૃત્યુ 2002માં થયું હતું. જાન્યુઆરી 2016માં આપેલા એક ઇન્ટરવ્યૂ દરમ્યાન સુશાંતે આને તેના જીવનની સૌથી દુઃખદ ઘટના ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, 'એક ભયાનક અનુભવ હતો, જે આજેપણ ડરાવે છે. પરિવારના કોઈનું મૃત્યુ થયુ હોય એવી તે પહેલી ઘટના હતી. જ્યારે આવું થાય છે ત્યારે તમને ખબર પડે છે કે બધું ક્ષણિક છે. આ ઘટનાથી મારી અંદર કંઈક બદલાઈ ગયું. તેમના ગયા પહેલાં જે વ્યક્તિ હતો એ હું હવે નથી.'

First Published: 19th September, 2020 16:02 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK