Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટાઇટલ સૉન્ગ રિલીઝ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટાઇટલ સૉન્ગ રિલીઝ

10 July, 2020 01:15 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટાઇટલ સૉન્ગ રિલીઝ

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટાઇટલ સૉન્ગ આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે ત્યારે જુઓ સુશાંતની આ વણજોઇ ક્ષણો જેમાં તે મન મૂકીને ડાન્સ કરતો જોવા મળે છે. આ ગીત વિશે એ. આર. રહેમાન જણાવે છે કે મ્યુઝિક કમ્પોઝ કરવાની કોઇ ફોર્મ્યુલા નથી હોતી, એ તો બસ દિલથી થતું કામ છે.

Dil Bechara Song Released



સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘીની ‘દિલ બેચારા’નું મ્યુઝિક આલબમ રિલીઝ થઈ ગયું છે. સુશાંતે ૧૪ જૂને બાંદરામાં આવેલા તેના ઘરમાં સુસાઇડ કર્યું હતું. સુશાંતની આ છેલ્લી ફિલ્મ છે અને સંજનાની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મને મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે અને સંગીત એ. આર. રહમાને આપ્યું છે. સોની મ્યુઝિક ઇન્ડિયા દ્વારા આ આલબમને આજે લૉન્ચ કરવામાં આવશે. આ ફિલ્મનો ટાઇટલ ટ્રૅક એ. આર. રહમાન દ્વારા ગાવામાં આવ્યો છે જેમાં લાઇફના ઉતાર-ચડાવ વિશે વાત કરવામાં આવી છે. સુનિધિ ચૌહાણ અને હૃદય ગટ્ટાની દ્વારા ફ્રેન્ડશિપ વિશેનું સૉન્ગ ‘મસ્ખરી’ ગાવામાં આવ્યું છે. નવા પ્રેમ વિશેનું ગીત ‘તારે ગિન’ શ્રેયા ઘોષાલ અને મોહિત ચૌહાણ દ્વારા ગાવામાં આવ્યું છે. યુથના ઍડ્વેન્ચરનું ગીત ‘ખુલકે જીને કા’ અરિજિત સિંહ અને શશા તિરુપતિ દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીત એ. આર. રહમાનના અનરિલીઝ તામિલ વર્ઝન ‘કન્નિલ ઓરુ થાલી’ પરથી બનાવવામાં આવ્યું છે. આ સાથે જ જોનિતા ગાંધી અને હૃદય ગટ્ટાનીએ ‘મૈં તુમ્હારા’ ગીત ગાયું છે. આ આલબમ વિશે એ. આર. રહમાને કહ્યું હતું કે ‘મ્યુઝિક કમ્પોઝ કરવાની કોઈ ફૉર્મ્યુલા નથી હોતી, એ તો દિલથી થતું કામ હોય છે. હું જ્યારે એ બનાવું છું ત્યારે એને પૂરતો સમય આપું છું અને ત્યાર બાદ ડિરેક્ટરની સામે રજૂ કરું છું. આ ફિલ્મમાં મુકેશ છાબરા સાથે કામ કરવાનો અનુભવ સારો હતો, કારણ કે તે ખૂબ જ ઉત્સાહિત છે. આ આલબમને ખૂબ જ સાચવીને બનાવવામાં આવ્યું છે, કારણ કે એમાં ફક્ત પ્રેમની જ વાત કરવામાં આવી છે. હવે એની સાથે સુશાંતની યાદો પણ જોડાયેલી છે. અમિતાભ ભટ્ટાચાર્ય સાથે પણ કામ કરવાની મજા આવી હતી. આ આલબમમાં ઇન્ડિયાના સૌથી સારા-સારા સિંગર્સે અવાજ આપ્યો છે. આશા રાખું છું કે લોકોને પસંદ પડે.’


અહીં જુઓ વીડિયો : 



આલબમ વિશે મુકેશ છાબરાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ટોરી બે પ્રેમીઓ વચ્ચેની છે અને મ્યુઝિક એમાં રોમૅન્સ અને ફ્રેન્ડશિપની ઇમોશનલ રોલરકોસ્ટર રાઇડની ભૂમિકા ભજવી રહ્યું છે. મારી ડેબ્યુ ફિલ્મ માટે એ. આર. રહમાને મ્યુઝિક-ડિરેક્ટર તરીકે કામ કર્યું એ મારા માટે સપનું પૂરું થવા બરાબર છે. એ. આર. રહમાન ખૂબ જ જીનિયસ છે અને તેમના સૉન્ગ દ્વારા સ્ટોરી સતત આગળ વધતી રહેશે. દર્શકોને પસંદ પડે એવી આશા છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2020 01:15 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK