સુશાંત સિંહ રાજપુતના ફૅન્સ માટે ખુશખબર: છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

Updated: Jun 25, 2020, 16:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મુકેશ છાબરા દિગ્દર્શિત આ ફિલ્મ અંગ્રેજી ફિલ્મ 'ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની ઓફિશ્યલ રિ-મેઇક છે, 24 જૂલાઈએ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે

'દિલ બેચારા' ફિલ્મનું પોસ્ટર
'દિલ બેચારા' ફિલ્મનું પોસ્ટર

સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ અભિનેતાના ફૅન્સ તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની રિલીઝની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. તેમના મનપસંદ અભિનેતાને તેઓ વધુ એકવાર સ્ક્રિન પર જોવા માંગતા હતા એટલે મેકર્સે ફૅન્સની આ ઈચ્છા પુરી કરવાનું નક્કી કર્યું છે અને દર્શકોને રાહ ન જોવડાવતા ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. 'દિલ બેચારા' 24 જૂલાઈના રોજ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સુશાંત સાથે સંજના સાંઘી દેખાશે જેની આ ડેબ્યુ ફિલ્મ છે. તેણે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકી હતી. આ ફિલ્મમાં સંજના સાંઘી, સૈફ અલી ખાન છે. સંજનાએ કહ્યું હતું, પ્રેમ તથા આશાની વાત, ક્યારેય ના ભૂલાય તેવી યાદો. આપણાં પ્રેમાળ વ્યક્તિઓ સાથે સેલિબ્રેશન અને સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ. સંજનાએ એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ સબસ્ક્રાઈબર્સ તથા નોન-સબસ્ક્રાઈબર્સ જોઈ શકશે. 

મુકેશ છાબરા દિગ્દર્શિત ફિલ્મ 'દિલ બેચારા' અંગ્રેજી ફિલ્મ 'ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની ઓફિશ્યલ રિ-મેઇક છે. ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ ફિલ્મ એ જ નામની જ્હોન ગ્રીનની બેસ્ટ સેલર બુક પરથી બનેલી ફિલ્મ હતી. અંગ્રેજી ફિલ્મ 2014માં રિલીઝ થઇ હતી. પહેલા આ ફિલ્મ ગત ઉનાળામાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે થિયેટરમાં રિલીઝ નહોતી થઈ શકી.

ડિઝની પ્લસ હૉટસ્ટારે તેના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી પણ 'દિલ બેચારા'ની રિલીઝ તારીખ જાહેર કરી છે. કૅપ્શનમાં લખ્યું હતું કે, 'પ્રેમ, આશા અને અગણિત યાદોની વાર્તા.. સ્વર્ગીય સુશાંતની યાદમાં જે હંમેશા આપણા દરેકનાં મનમાં અંકિત રહેશે..' જુઓ પોસ્ટ...

કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા આ ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યાં છે. પહેલા ફિલ્મનું નામ 'કિઝ્ઝી ઔર મૅની' રાખવામાં આવ્યું હતું. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતની સાથે સંજના સાંઘી મુખ્ય ભૂમિકામાં છે.

મુકેશ છાબરા જે આ ફિલ્મના દિગ્દર્શક છે જેમણે કહ્યું કે, “સુશાંત મારી ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મનો હીરો જ નહીં  પણ બહુ સારો મિત્ર હતો જેણે હંમેશા મારો સાથ આપ્યો. અમે કાઇપો છેથી માંડીને દિલ બેચારા સુધી સારા મિત્રો રહ્યા અને તેણે મને વચન આપ્યું હતું કે હું ડાયરેક્ટર તરીકે જે પહેલી ફિલ્મ કરીશ તેમાં તે અભિનય કરશે. અમે સાથે બહુ પ્લાન્સ બનાવ્યા હતા, બહુ સપના જોયા હતા પણ મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે હું એકલો હોઇશ. મને ખાતરી છે કે ફિલ્મ રિલીઝ થશે ત્યારે પણ તેનો પ્રેમ અમને માર્ગદર્શન આપશે.” ફિલ્મ સ્ક્રિપ્ટને હિંદીમાં શશાંક ખૈતાન અને સુપ્રોતિમ સેનગુપ્તાએ અડાપ્ટ કરી છે. એ આર રહેમાને ફિલ્મમાં સંગીત આપ્યું છે અને અમિતાભ ભટ્ટાચાર્યએ ગીતો લખ્યા છે. કિઝી અને મેની આ ફિલ્મનાં મુખ્ય પાત્રો છે જે એક મુશ્કેલ મુસાફરી સાથે પાર પાડે છે અને પ્રેમમાં સાહસથી જીવવાની લાગણીને તેઓ વાચા આપે છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK