Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું 6 જૂલાઈએ ટ્રેલર લૉન્ચ

સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું 6 જૂલાઈએ ટ્રેલર લૉન્ચ

05 July, 2020 12:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું 6 જૂલાઈએ ટ્રેલર લૉન્ચ

ફિલ્મ 'દિલ બેચારા'માં સુશાંત સિંહ રાજપુત અને સંજના સાંઘી

ફિલ્મ 'દિલ બેચારા'માં સુશાંત સિંહ રાજપુત અને સંજના સાંઘી


સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ અભિનેતાના ફૅન્સ તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની રિલીઝની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. તેમના મનપસંદ અભિનેતાને તેઓ વધુ એકવાર સ્ક્રિન પર જોવા માંગતા હતા એટલે મેકર્સે ફૅન્સની આ ઈચ્છા પુરી કરવાનું નક્કી કર્યું છે અને દર્શકોને રાહ ન જોવડાવતા ફિલ્મને OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 24 જૂલાઈના રોજ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. તે પહેલા ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 6 જૂલાઈના રોજ ઓનલાઈન લૉન્ચ કરવામાં આવશે.

'દિલ બેચારા' ફિલ્મ અંગ્રેજી ફિલ્મ 'ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની ઓફિશ્યલ રિ-મેઇક છે. સુત્રોનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપુત આ ફિલ્મ માટે બહુ જ એક્સાઈટેડ હતો. તેમાનું મુખ્ય એક કારણ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરા પણ હતા. મુકેશ છાબરા અને સુશાંત સિંહ રાજપુત બહુ સારા મિત્રો હતા અને આ ફિલ્મ દ્વારા મુકેશ છાબરા દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં કામ કરવાથી સુશાંત બહુ જ ખુશ હતો કારણકે તે મિત્રની લાઈફમાં એક મહત્વનો ભાગ બનવા જતો હતો. પરંતુ કોઈને ખબર નહોતી કે આ ફિલ્મ સુશાંત સિંહ રાજપુતની અંતિમ ફિલ્મ હશે.



પહેલા 'દિલ બેચારા' ફિલ્મ ગત ઉનાળામાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે થિયેટરમાં રિલીઝ નહોતી થઈ શકી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતની સાથે સંજના સાંધી મુખ્ય ભૂમિકામાં છે. સંજના આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ નાનકડી ભૂમિકામાં દેખાશે. ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 24 જૂલાઈના ફિલ્મ રિલીઝ થશે અને તે તમામ દર્શકો માટે ફ્રી છે. તે સબસ્ક્રાઇબર અને નૉન સબસ્ક્રાઇબર બધા માટે ફ્રી છે. આવતીકાલે ફિલ્મનું ટ્રેલ લૉન્ચ થઈ રહ્યું હોવાથી સુશાંત સિંહ રાજપુતના ફૅન ઉત્સાહિત છે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2020 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK