દિલ બેચારા: પ્રથમ દિવસે તોડયા તમામ રૅકોર્ડ

Updated: Jul 26, 2020, 12:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

અભિનેતના સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જૂલાઈના રોજ ડિઝનીપ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે અને ફિલ્મે પ્રથમ દિવસે જ તમામ રૅકોર્ડ તોડી દીધા છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ જોવા માટે લોકો બહુ જ ઉત્સાહિત હતાં અને આ ઉત્સાહે જ ફિલ્મના નામે અનેક રૅકોર્ડ કરી દીધાં છે.

મુકેશ છાબરા (Mukesh Chhabra) દિગ્દર્શિત ફિલ્મ 'દિલ બેચારા'માં સુશાંત સિંહ રાજપૂતની સાથે સંજના સાંઘી (Sanjana Sanghi) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની કહાની, કલાકાર અને એક્ટિંગ બધુ જ ઉત્તમ દર્જાનું છે. આ ફિલ્મ અંગ્રેજી ફિલ્મ 'ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની ઓફિશ્યલ રિ-મેઇક છે. ફિલ્મ ઇમોશનલ અને હળવી કોમેડી છે. જેને સંપૂર્ણ દેસી ટચ આપવામાં આવ્યો છે. હૉટસ્ટારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ફિલ્મને અત્યાર સુધની સૌથી વધુ ઓપનિંગ મળી છે. ટ્વીટમાં જણાવ્યું હતું કે, એક એવી ફિલ્મ જે દર્શકોના દિલમાં હંમેશા રહેશે. તમારા પ્રેમે દિલ બેચારાને અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બનાવી છે.

ફિલ્મને IMDb પર 10માંથી 10 રેટિંગ આપવામાં આવ્યાં છે. આ સાથે જ ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ જોયા બાદ સતત રેટિંગ આપવાને કારણે IMDbનું સર્વર પણ ક્રેશ થઇ ગયુ હતું. કારણ કે ઘણાં પ્રશંસક એક જ સમયે પોતાનો નિર્ણય આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. ભારતમાં પહેલી વખત IMDbનું રેટિંગ સર્વર ક્રેશ થયુ હોવાનો બનાવ બન્યો હતો. અગાઉ આ રેકોર્ડ 1994ની હૉલીવુડ ફિલ્મ 'ધ શોશેન્ક રિડેમ્પશન'ના નામ પર હતો. આ ફિલ્મનું રેટિંગ 10 માંથી 9.3 છે.

આ પણ વાંચો: દિલ બેચારા: સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મને સેલેબ્ઝે કરી સેલિબ્રેટ

'દિલ બેચારા'ના નામે વધુ એક રૅકોર્ડ છે. આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર ટ્રેલર છે. હૉલીવુડ ફિલ્મ' એવેન્જર્સ: એન્ડગેમ' અને 'એવેન્જર્સ: ઈન્ફિનિટી વોર'નો રેકોર્ડ તોડીને 'દિલ બેચારા' પહેલા નંબર પર છે. ટ્રેલર રિલીઝ થયાના 21 કલાકમાં જ ટ્રેલરને 5.5 મિલિયન એટલે કે 55 લાખ લોકોએ લાઇક કર્યું હતું.

આ પણ વાંચો: ફિક્શન કરતાં વધુ રિયલ લાગતી સ્ટોરી

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતનું નામ મૈની છે. મૈનીનો રોલ ઘણાં ખરાં અંશે સુશાંતને મળતો આવે છે. ખુશ મિજાજ અને પોતાની જ દુનિયામાં મસ્ત રહેનારો વ્યક્તિ છે મૈની. મૈની રજનીકાંતનો મોટો ફૅન છે. તો સંજના સાંધીનું નામ છે કિજી બાસુ. જે કેન્સર પેશન્ટ છે. તે તેની બોરિંગ લાઇફથી કંટાળી ગઇ છે. તે જરાં પણ ખુશ નથી. ત્યારે તેનાં જીવનમાં મૈનીની એન્ટ્રી થાય છે અને તે તેનું જીવન ખુશીઓથી ભરી દે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK