બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એક બાજુ અભિનેતાના ફૅન્સ CBI તપાસની માંગણી કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ બિહારમાં આવેલા સુશાંતના હૉમટાઉન પૂર્ણિયામાં લોકોએ અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી છે. ગામમાં એક ચોક અને માર્ગને અભિનેતાનું નામ આપ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલી આપવા માટે પૂર્ણિયામાં ફોર્ડ કંપનીના ચોકનું નામ બદલીને સુશાંત સિંહ રાજપૂત ચોક કરવામાં આવ્યું છે. ગુરૂવારે મેયર સવિતા સિંહે બોર્ડ લગાડીને વિધિસર બન્ને જગ્યાએ નામકરણ કર્યું હતું.
#पूर्णिया में नगर निगम द्वारा फोर्ड कंपनी चौक का नाम बदलकर सुशांत सिंह राजपूत चौक रखा गया व उससे जुड़ी सड़क का नाम सुशांत सिंह राजपूत पथ#RipSushantSinghRajput pic.twitter.com/yWOh9UGmkM
— Purnea (@PurneaTimes) July 9, 2020
ચોક અને માર્ગને સુશાંત સિંહ રાજપૂતનું નામ આપવામાં આવ્યું તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે.
અહીં જુઓ વાયરલ વીડિયો:
The HOMETOWN PURNEA of Sushant Singh Rajput❤#SushantInOurHeartsForever @PurneaTimes @Bihar_se_hai
— Khushali Priya (@PriyaKhushali) July 9, 2020
In his MEMORY😍 pic.twitter.com/ouuzGqt3JN
પૂર્ણિયાના મેયર સવિતા સિંહે બિહાર અને ભારત સરકારને પત્ર લખીને સુશાંત સિંહ રાજપૂતના કેસમાં CBI તપાસની માગ પણ કરી છે. તેમણે મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલ પત્રમાં લખ્યું છે કે, મને ભારત અને બિહાર સરકાર પર પૂરો ભરોસો છે કે સરકાર CBI તપાસની પરવાનગી જરૂર આપશે.
Republic Day 2021: વાંચો દેશભક્તિથી ભરેલા બૉલીવુડના આ 10 ડાયલૉગ્સ
26th January, 2021 11:47 ISTએક ગુજરાતી કરશે આજે હિન્દી રંગભૂમિનો શુભારંભ
26th January, 2021 08:13 ISTહેલ્લારો ફેમ નીલમ પંચાલે કર્યા હોવર બૉર્ડ પર ગરબા, જુઓ વીડિયો
25th January, 2021 21:10 ISTમૉલદીવ્ઝમાં એન્જૉય કરતી સારા
25th January, 2021 16:19 IST