સુશાંત સિંહ રાજપૂતની 2018ની નોટ મળી, જેમાં લખ્યું હતું આ...

Published: 18th September, 2020 11:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પાવના ફાર્મહાઉસમાંથી મળેલી ડાયરીમાં સ્મોકિંગ છોડવાની, કૈલાશ જવાની, ગિટાર શીખવાની અને ક્રિતી સૅનન સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની વાત લખી હતી

સુશાંત સિંહ રાજપૂત, ક્રિતી સૅનન
સુશાંત સિંહ રાજપૂત, ક્રિતી સૅનન

14 જુનના આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (0)ના મૃત્યુને ત્રણ મહિના થઈ ગયા છે. આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈનવેસ્ટીગેશન (NCB) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કરી રહી છે. આ કેસમાં દરરોજ નવી વાતો બહાર આવે છે અને દરરોજ નવા ખુલાસા થાય છે. થોડા દિવસ પહેલાં એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) 'સ્મોકિંગ' કરતાં નજરે પડ્યા હતા. હવે સુશાંત સિંહ રાજપૂતના પાવના ફાર્મહાઉસમાંથી ડાયરીના કેટલાંક પાનાં મળ્યા છે અને કેસને નવી દિશા આપી છે. આ ડાયરી એપ્રિલ, 2018માં લખવામાં આવી હતી. આ નોટમાં તેણે સ્મોકિંગ છોડવાની, કૈલાશ જવાની, ગિટાર શીખવાની અને ક્રિતી સૅનન (Kriti Sanon) સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની વાત લખી છે.

ઈન્ડિયા ટૂડેના અહેવાલ પ્રમાણે, આ નોટ સુશાંતનાં ફાર્મહાઉસ પરથી મળી હતી. આ નોટ એપ્રિલ, 2018ની છે. સુશાંતે તેની આખી દિનચર્યા અંગે આ નોટમાં લખ્યું છે. જેમાં તે લખે છે, સવારે અઢી વાગે ઉઠવું છે, ચા પીવાની છે, નાહીને ટેનિસ રમવાનું છે, આર્ચરી શીખવી છે. એપ્રિલ, 2018માં લખવામાં આવેલી આ ડાયરીના પાનાંમાં પણ જે લખ્યું હતું, તેના પરથી ખ્યાલ આવ્યો તે કોઈ જ્યોતિષની નજીક હતો. એક પોઈન્ટ તો સ્પષ્ટ છે કે તે સ્મોકિંગ છોડવાનો હતો. આ લિસ્ટમાં તેણે 28 એપ્રિલના રોજ 'કેદારનાથ'ની સ્ક્રિપ્ટ વાંચવાની વાત લખી છે. એટલે કે સુશાંત 2018માં સ્મોકિંગ છોડવાની તૈયારીમાં હતો. આ લિસ્ટમાં સુશાંતે ડેલી રૂટીનના 16 પોઈન્ટ લખ્યા છે.

આ નોટમાં સુશાંતે ક્રિતિ સૅનન સાથે સમય પસાર કરવાની વાત લખી હતી. 'રાબ્તા'ની આ જોડી રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી. વધુમાં સુશાંતે પોતાની બહેન પ્રિયંકા તથા જીજાજી મહેશ સાથે એક ટૂર પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, આ નોટમાં રિયા ચક્રવર્તીના નામનો ઉલ્લેખ નહોતો. ઉલ્લેખનીય છે કે રિયા તથા સુશાંતની મુલાકાત 2019માં થઈ હતી.

અન્ય એક નોટમાં સુશાંતે તેની ખુશી, સપનાં અને ફિઝિક્સ અંગે લખ્યું છે.

હવે સૂશાંત સિંહ રાજપૂતના આ કેસમાંશું નવો વળાંક આવે છે તે તો જોવું રહ્યું, કારણકે આજે શુક્રવારે એટલે કે 18 સપ્ટેમ્બરના રોજ અભિનેતાનો વિસેરા રિપોર્ટ આવશે. જેમાં ખબર પડશે કે તેણે આત્મહત્યા કરી હતી કે પછી આ એક હત્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK