શું ખરેખર સુશાંત સિંહ રાજપુતના નામે ફૅને તારો ખરીદયો હતો? જાણો શું છે સચ્ચાઈ

Published: Jul 06, 2020, 15:36 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અમેરિકાની રક્ષા નામની ચાહકે ટ્વિટર પર 29 જૂનના રોજ સ્ટાર રજિસ્ટ્રીનું એક સર્ટિફિકેટ શૅર કર્યું અને તારો ખરીદયો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું

સુશાંત સિંહ રાજપુત માટે તારો ખરીદવામાં આવ્યો હોવાના સર્ટિફિકેટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી
સુશાંત સિંહ રાજપુત માટે તારો ખરીદવામાં આવ્યો હોવાના સર્ટિફિકેટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના નિધનને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે. પરંતુ સુશાંત સિંહ રાજપુતના ફૅન્સના મનમાં હજી પણ તેમની યાદો છે. ચાહકો અભિનેતા કોઈને કોઈક રીતે શ્રદ્ધાંજલી આપતા જ રહે છે. થોડા સમય પહેલા અનેક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુશાંત સિંહ રાજપુતની એક ફૅને અભિનેતાના નામ પર એક દાવો ખરીદયો છે. જોકે, આ દાવામાં કોઈ સચ્ચાઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

અમેરિકામાં રહેતી રક્ષા નામની ચાહકે ટ્વિટર પર 29 જૂનના રોજ સ્ટાર રજિસ્ટ્રીનું એક સર્ટિફિકેટ શૅર કર્યું હતું અને કૅપ્શનમાં લખ્યું હતું કે, સુશાંતને હંમેશાંથી તારાઓનો શોખ હતો. આથી જ મને એક તારાનું નામ તેના નામ પરથી આપવાનું યોગ્ય લાગ્યું. મને ગર્વ છે કે મેં આવી સુંદર તથા ગંભીર આત્માને જોઈ. તમે હંમેશાં આકાશમાં ચમકતા રહેશો.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ફૅન્સના આ ટ્વીટની તસવીરો શૅર કરી હતી. જુઓ અહીં:

છ જુલાઈના રોજ રક્ષાની આ ટ્વીટ વાયરલ થઈ હતી અને અનેક મીડિયા રિપોર્ટ્સે ડિસ્ક્લેમરની સાથે દાવો કર્યો હતો કે, એક ચાહકે સુશાંત સિંહ રાજપુતના નામ પર તારો ખરીદીને એક્ટરને ટ્રિબ્યૂટ આપ્યું છે. ચાહકે શૅર કરેલ સ્ટાર રજિસ્ટ્રીનું સર્ટિફિકેટ આ દાવા પાછળનું અસલી કારણ હતું. સર્ટિફિકેટ પ્રમાણે, જે તારો ખરીદવામાં આવ્યો છે તેની સ્થિતિ RA22.221 છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે, સુશાંત સિંહ રાજપૂતનું નામ રજિસ્ટ્રી વોલ્ટમાં નોંધવામાં આવ્યું છે અને તેના તમામ અધિકાર તથા વિશેષાધિકારો સ્ટાર રજિસ્ટરની સાથે કોપીરાઈટ કરવામાં આવ્યા છે.

તારો રજીસ્ટર કરવાના સર્ટિફિકેટનો પોસ્ટ અને તસવીરો વાયરલ થયા બાદ ચાહકે આ અંગે સ્પષ્ટતા કરી હતી અને કોઈ તારો ખરીદ્યો ન હોવાનું જણાવ્યું હતું. રક્ષાએ ટ્વીટમાં સ્પષ્ટતા કરી હતી કે, હું આ સ્પષ્ટતા કરવા માગું છું કે મેં કોઈ તારો ખરીદ્યો નથી, કારણ કે આ એવી કોઈ સંપત્તિ નથી જેને ખરીદી શકાય. જોકે, મારું માનવું છે કે વેબસાઈટ પ્રમાણે, એક્ટરના નામ પર હું તારાનું નામ રાખવામાં સક્ષમ હતી. હું તમામનો આભાર માનું છું. મારા તરફથી પ્રેમ વ્યક્ત કરવાની આ રીત હતી.

સુશાંત સિંહ રાજપુતને અવકાશ, ચંદ્ર-તારા તથા ગૅલેક્સી જોવાનો બહુ જ શોખ હતો. એક મીડિયા અહેવાલ પ્રમાણે, સુશાંતે ચંદ્ર પર જમીનનો એક ટુકડો પણ ખરીદ્યો હતો. સુશાંત પોતાના ટેલિસ્કોપથી આ જોતો પણ હતો. સુશાંતના પિતાએ પણ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ચંદ્ર પર પોતાની જમીનનો ટુકડો જોવા માટે સુશાંતે 55 લાખ રૂપિયાનું ટેલિસ્કોપ ખરીદ્યું હતું. આ ટેલિસ્કોપ સુશાંતે પોતાના લિવિંગ રૂમમાં મૂક્યું હતું. આ જ કરણસર સુશાંત સિંહ રાજપુતની ફૅને અભિનેતા માટે તારો ખરીદ્યો હશે તે વાત લોકો સાચી માનવા લાગ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK