સુશાંતની છેલ્લી ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરાવવા માગે છે તેનો ભાઈ, CMને કરશે વાત

Published: Jun 26, 2020, 17:51 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

લૉકડાઉનને કારણે દેશભરના સિનેમાઘરો બંધ થવાથી ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આી અને હવે આ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ બેચારા પોસ્ટર
દિલ બેચારા પોસ્ટર

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઇના ડાયરેક્ટ ડિજીટલ પ્લેટફૉર્મ એટલે કે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. પણ નિર્માતાઓના આ નિર્ણયથી સુશાંત સિંહ રાજપૂતના ચાહકો અને તેમના પરિવારજનો ખુશ નથી. તે ઇચ્છે છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ મોટા પડદા પર રિલીઝ કરવામાં આવે.

આને લઇને સુશાંત સિંહ રાજપૂતના કઝિન ભાઈ અને બીજેપી એમએલએ નીરજ સિંહ બબલૂએ કહ્યું કે 'દિલ બેચારા' ફિલ્મને ડિજિટલને બદલે મોટા પડદા પર જ રિલીઝ કરવી જોઇએ. તેમણે કહ્યું કે આ માટે ફિલ્મના નિર્દેશક મુકેશ છાબડા જે સુશાંતના મિત્ર પણ હતા તેમની સાથે વાત કરશે. નીરજ સિંહે કહ્યું કે, "જો આ ફિલ્મ મોટા પડદા પર રિલીઝ નહીં થયા તો અમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે વાત કરશું અને જરૂર પડી તો કાયદાકીય સલાહ પણ લેશું. આ સહાનુભૂતિ અને શ્રદ્ધાંજલિ આપવાનો સમય છે."

જણાવીએ કે, 'દિલ બેચારા' આ વર્ષે મે મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પણ લૉકડાઉનને કારણે દેશભરના સિનેમાઘરો બંધ થવાથી ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આી અને હવે આ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

'દિલ બેચારા'ની રિલીઝની જાહેરાત સમયે મુકેશ છાબડાએ કહ્યું કે, 'સુશાંત સિંહ રાજપૂત ફક્ત એક ડાયરેક્ટર તરીકે મારી ડેબ્યૂ ફિલ્મનો હીરો નહોતો. પણ તે એક એવો મિત્ર હતો જે દરેક મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભો હતો. અમે બન્ને 'કાઇ પો છે'થી લઈને 'દિલ બેચારા' સુધી ખૂબ જ ખાસ મિત્રો રહ્યા. તેણે મને પ્રૉમિસ કર્યું હતું કે તે મારી ડેબ્યૂ ફિલ્મમાં જરૂર કામ કરશે. અમે સાથે મળીને પ્લાન બનાવ્યા હતા, કેટલાય સપનાઓ સાથે જોયા હતા, પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ ફિલ્મની રિલીઝ વખતે હું આ રીતે એકલો પડી જઈશ.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK