સુશાંતને બહેન પાસેથી પાછો બોલાવવા રિયાએ પાંચ દિવસમાં 25 ફોન કર્યા હતા

Published: Aug 06, 2020, 19:22 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કૉલની વિગતોમાં થયો ખુલાસો: રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતને મેન્ટલ હૉસ્પિટલમાં મોકલવા માંગતી હતી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી હતી
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી હતી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા કેસમાં દરરોજ એક નવો વળાંક આવે છે. અભિનેતાની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્ર્વર્તી (Rhea Chakroborty) પર સુશાંતના પિતા કે. કે સિંહે છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિયા ચક્રવર્તીની કોલ ડીટેલ્સનો ખુલાસો થયો છે અને તે સુશાંતને બીમારીનો ડર બતાવીને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માગતી હતી. એટલું જ નહીં જાન્યુઆરી મહિનામાં જ્યારે સુશાંત બહેનના ઘરે ચંદીગઢ રોકાવા ગયો ત્યારે રિયાએ તેને પાંચ દિવસમાં પચ્ચીસ ફોન કરીને પાછો મુંબઈ બોલાવી લીધો હતો.

સુત્રોના મતે કૉલની વિતો પરથી એ વાત પણ જાણવા મળી છે કે, સુશાંત સિંહ રાજપૂત આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 20થી 24 જાન્યુઆરી વચ્ચે ચંડીગઢ ગયો હતો. તે પોતાની બહેન રાની સાથે રહેવા માગતો હતો અને આ પાંચ દિવસ દરમિયાન રિયા ચક્રવર્તીએ તેને પચ્ચીસ કૉલ કર્યા હતાં. સુશાંત પોતાની બહેનની સાથે ચંડીગઢ અને પછી હિમાચલ પ્રદેશ જવા માગતો હતો. પરંતુ રિયાએ તેને બ્લેકમેલ કરીને રોકી રાખ્યો હતો. સુશાંતે પોતાની બહેનોને રિયા અને તેના પરિવાર વિશે જણાવ્યું હતું. એટલું જ નહિ પણ સુશાંત મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં રહેવા માગતો હતો.

આ પણ વાંચો: રિયા ચક્રવર્તી સાથે યુરોપ ફરીને આવ્યા બાદ સુશાંતની તબિયત ઠીક નહોતી રહેતી: સુશાંતનો કુક નીરજ

એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુશાંતે નવેમ્બર મહિનામાં બહેન પાસે મદદ માગવા માટે ફોન કર્યો હતો. ડિસેમ્બર મહિનામાં સુશાંતે નવા નંબરથી બહેનને ફોન કરીને મદદ માગી હતી. સુશાંતે કહ્યું હતું કે, રિયા અને તેનો પરિવાર મને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાના પ્રયત્નો કરી રહ્યું છે. મારે પાગલખાનાંમાં જવું નથી.

આ પણ વાંચો: પેચીદો બને છે સુશાંતનો કેસઃબહેન અને Ex-GFના મતે રિયા સાથેનાં સંબંધો તંગ

તમને જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને આઠ જૂને બ્લોક કરી દીધો હતો. આઠ જૂનથી 14 જૂન સુધી બન્ને વચ્ચે કોઈ વાતચીત નથી થઈ. પરંતુ એક્સ મેનેજર દિશા સલિયનના મૃત્યુના સમાચાર સાંભળીને સુશાંત બહુ ડિસ્ટર્બ થઈ ગયો હતો અને તેને રિયાને બહુ બધા કૉલ કર્યા હતા પણ અભિનેત્રીએ કોઈ જવાબ નહોતો આપ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK