સુશાંત સિંહ રાજપૂતના શરીરમાં કોઈપણ પ્રકારનું ઝેર નહોતું: વિસેરા રિપોર્ટ

Published: Jul 28, 2020, 07:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાની આત્મહત્યાના કેસમાં અત્યાર સુધી 37 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે

સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત

34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. અભિનેતાના નિધન બાદ પોલીસ આ કેસની તપાસ કરી છે. હવે અભિનેતાનો વિસેરા રિપોર્ટ આવી ગયો છે. જેમાં સ્પષ્ટ થયું છે કે, સુશાંત સિંહ રાજપૂતના શરીરમા કોઈપણ પ્રકારનું ઝેર નહોતું. ગત મહિને, અભિનેતાનો પોસ્ટપોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, શ્વાસ અટકી જવાથી તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં પણ એ જ જાણવા મળ્યું હતું. ત્યારબાદ વિસેરા રિપોર્ટની પ્રતિક્ષા કરવામાં આવી રહી હતી.

સોમવારે સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા રિપોર્ટ બાંદ્રા પોલીસને સબમિટ કરવામાં આવ્યો હતો અને તેમાં સ્પષ્ટ કર્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતના શરીરમાં કોઈપણ પ્રકારનું ઝેર નહોતું. આ પહેલાં મુંબઈ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કહ્યું હતું કે, સંઘર્ષનું કોઈ ચિન્હ નહોતું એટલે સોશ્યલ મીડિયા પર થતા દાવા નકારવામાં આવ્યા હતાં કે અભિનેતાની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: મહેશ ભટ્ટની પોલીસે અઢી કલાક પૂછપરછ કરી

અભિનેતા માટે લોકોનું માન જોઈને પોલીસ આ કેસની બારીકાઈથી તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સભ્યો, મિત્રો, બૉલીવુડ સેલેબ્ઝ સહિત અત્યાર સુધી 37 લોકોની પોલીસે આ આત્મહત્યાના કેસમાં પૂછપરછ કરી છે અને તેમના નિવેદન નોંધ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK