Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અંકિતા લોખંડેના ફ્લેટના EMI ભરતો હતો સુશાંત, અભિનેત્રીએ કરી સ્પષ્ટતા

અંકિતા લોખંડેના ફ્લેટના EMI ભરતો હતો સુશાંત, અભિનેત્રીએ કરી સ્પષ્ટતા

15 August, 2020 12:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અંકિતા લોખંડેના ફ્લેટના EMI ભરતો હતો સુશાંત, અભિનેત્રીએ કરી સ્પષ્ટતા

સુશાંત સિંહ રાજપૂત, અંકિતા લોખંડે (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ)

સુશાંત સિંહ રાજપૂત, અંકિતા લોખંડે (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ)


અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં દરરોજ કોઈ નવો વળાંક આવી રહ્યો છે અને નીતનવા ખુલાસા થઈ રહ્યાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુશાંત સિંહ રાજપૂત તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)ના ફ્લેટના EMI ભરતો હતો. EMIના પૈસા અભિનેતાના અકાઉન્ટમાંથી કટ થતા હતાં. પરંતુ અભિનેત્રીએ પોતે આ વાતનું ખંડન કર્યું છે અને સોશ્યલ મીડિયા પર બેન્ક સ્ટેટમેન્ટની તસવીરો પણ પોસ્ટ કરી છે.

અંકિતા લોખંડે મલાડના ફ્લેટમાં રહે છે. આ ફ્લેટની હાલની કિંમત અંદાજે 4.5 કરોડ રૂપિયા છે. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એકબીજાને લગભગ છ વર્ષ સુધી ડેટ કરતાં હતાં અને તેઓ આ જ ઘરમાં લિવ ઈન રિલેશનશિપમાં પણ રહેતાં હતાં. આ ફ્લેટના EMI સુશાંત સિંહ રાજપૂતના ખાતામાંથી કટ થતા હોવાનો દાવો કરવામાં આવ્યા બાદ અભિનેત્રીએ બેન્ક સ્ટેટમેન્ટ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ખુલસો કર્યો છે. અંકિતાએ ફ્લેટના ડોક્યુમેન્ટ અને તેના અકાઉન્ટથી દર મહિને કપાતા હપ્તાનું સ્ટેટમેન્ટ પણ શેર કર્યું. અંકિતાના જણાવ્યા અનુસાર, આ ફ્લેટના EMI તે પોતે ભરી રહી છે અને આ ફ્લેટની કિંમત 1.35 કરોડ રૂપિયા છે. તેણે કૅપ્શનમાં લખ્યું છે કે, અહીંયા હું બધી અટકળોને વિરામ આપું છું. હું આનાથી વધુ પારદર્શી નથી થઈ શકતી. હું અહીંયા મારા ફ્લેટ રજિસ્ટ્રેશન અને 1 જાન્યુઆરી 2019થી 1 માર્ચ 2020 સુધીના બેન્ક અકાઉન્ટની પૂરી ડીટેલ્સ બતાવી રહી છું. મારા અકાઉન્ટમાંથી દર મહિને EMIના પૈસા કટ થયા છે. હું આનાથી વધુ કઈ નથી કહી શકતી. સુશાંતને ન્યાય મળે.




 
 
 
View this post on Instagram

In continuation ??

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onAug 14, 2020 at 11:30am PDT


અંકિતા લોખંડેની આ સ્પષ્ટતા સાથે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર પણ તેનો સપોર્ટ કરી રહ્યો છે. અમેરિકામાં રહેતી સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહે અંકિતાને સપોર્ટ કરી લખ્યું કે, 'તું એક આત્મનિર્ભર મહિલા છે અને મને તારા પર ગર્વ છે'. તેના જવાબમાં અંકિતાએ લખ્યું, 'આભાર દી, લવ યૂ.'

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2020 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK