સુશાંત આત્મહત્યા કેસમાં બિહાર પોલીસે સુપ્રીમ કોર્ટમાં એફીડેવિટ ફાઈલ કર્યું

Updated: Aug 07, 2020, 19:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતને દવાઓનો ઓવરડોઝ આપતી અને માનસિક બીમાર સાબિત કરવા માંગતી હતી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું છે, જેમાં અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakroborty) પર અનેક ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. બિહાર સરકારે કહ્યું છે કે, રિયાએ સુશાંતની સંપત્તિ તથા પૈસા પડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં સુશાંતને દવાનો ઓવરડોઝ આપીને તેની માનસિક બીમાર સાબિત કરવા માંગતી હતી.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર સરકાર તરફથી વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરેલ એફીડેવિટમાં કહ્યું છે કે, અભિનેતાને કોઈ માનસિક બીમારી નહોતી. રિયા ચક્રવર્તીએ સુશાંતની બીમારીની એક ખોટી અફવા ઊભી કરી હતી. તેને દવાઓનો ઓવરડોઝ આપવામાં આવતો હતો. રિયા સુશાંતને તેનાં ઘરે લઇ ગઇ હતી અને તેને દવાની માત્રાનો ઓવરડોઝ આપવાનો શરૂ કર્યો હતો. એટલું જ નહીં, રિયા ચક્રવર્તી તથા તેના પરિવારના સભ્યો સુશાંતના સંપર્કમાં આવીને તેના પૈસા પડાવી લેવા માગતા હતા.

સોગંદનામાં બિહાર પોલીસે એમ પણ કહ્યું છે કે, મુંબઈ પોલીસનાં અસહયોગ છતાં પણ તેમને તપાસમાં ઘણાં જ મહત્વનાં પૂરાવા મળ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલં પોતાનાં જવાબમાં પોલીસે જણાવ્યું કે, દેશનાં ઘણાં સ્થાનો પર તપાસ કરવાની જરૂર છે. જો કોઇ બિંદુ પર રાજપૂતની રહસ્યમય આત્મહત્યા મામલે CBI તપાસ કરશે તો ઘણાં અહમ ખુલાસા સામે આવશે. બિહાર પોલીસની પાસે FIR દાખલ કરવા માટે અધિકાર ક્ષેત્ર હતો, પણ તેને કરવા ન દીધી. તેની સાથે જ મુંબઇ પોલીસે ઘણાં સંગીન મામલા દાખલ કર્યા નથી.

રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે, બિહારમાં તેની પર જે કેસ કરવામાં આવ્યો છે તે મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ અંગે સુપ્રીમમાં પાંચ ઓગસ્ટે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસની અંદર બિહાર સરકારને જવાબ આપવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: સુશાંત કેસમાં રિયાને EDએ પાઠવ્યા સમન્સ, ED ઑફિસની બહાર રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. 25 જૂલાઈના રોજ સુશાંતના પિતા કે.કે.સિંહએ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કર્યો હતો. કેસ દાખલ થયા બાદ પટના પોલીસ મુંબઈ ગઈ હતી. જોકે, મુંબઈ પોલીસની મદદ ના મળી હોવા છતાંય પટના પોલીસે પોતાની રીતે તપાસ કરી હતી. રાજ્ય સરકારે પાંચ ઓગસ્ટના રોજ આ કેસની તપાસ CBI કરે તેવી ભલમાણ કરી હતી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK