Dil Bechara Trailer: સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહીં

Updated: Jul 06, 2020, 17:03 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

આ ફિલ્મ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘીની આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ પણ કરવામાં આવ્યું છે.

દિલ બેચારાનું ટ્રેલર રિલીઝ
દિલ બેચારાનું ટ્રેલર રિલીઝ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઇના રિલીઝ થવાની છે. સુશાંતના ચાહકો માટે તેમની છેલ્લી ફિલ્મ ભાવનાત્મક રીતે ખૂબ જ નજીક છે. આ ફિલ્મ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. સુશાંત સિંહ રાજપૂત અને સંજના સંઘીની આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ પણ કરવામાં આવ્યું છે.

મુકેશ છાબરાનું નિર્દેશન
દિલ બેચારાને મુકેશ છાબરાએ નિર્દેશિત કર્યું છે. મુકેશને સુશાંતનો સારો મિત્ર માનવામાં આવે છે. તે હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે સક્રિય છે. નિર્દેશક તરીકે આ તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ ઘણાં સમય પહેલા જ રિલીઝ થવાની હતી, પણ મીટૂ મૂવમેન્ટમાં મુકેશનું નામ જોડાયા પછી આ ફિલ્મ અટકી ગઈ હતી. હવે કોરોના વાયરસના પ્રકોપને કારણે ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. જોકે, આથી સુશાંતના ચાહકો રાજી નથી. તે ઇચ્છતા હતા કે ફિલ્મ મોટા પડદા પર રિલીઝ કરવામાં આવે.

સંજના માટે પણ છે આ મોટી ફિલ્મ
સંજનાએ આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે સ્ક્રીન શૅર કરી છે. ટીવી એડ્સના વિશ્વમાં પોતાનું નામ બનાવનારી સંજના આ પહેલા ફુકરે રિટર્ન્સ, રૉકસ્ટાર અને હિન્દી મીડિયમ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. જો કે, લીડ એક્ટ્રેસ તરીકે આ તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ સંજનાએ એક પોસ્ટ દ્વારા સંકેત આપ્યો કે તે મુંબઇ છોડીને જઈ ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK