Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતને લૉન્ચ કરનાર એકતા કપૂરે કહ્યું, એક અઠવાડિયું અને બધું બદલાયું

સુશાંતને લૉન્ચ કરનાર એકતા કપૂરે કહ્યું, એક અઠવાડિયું અને બધું બદલાયું

14 June, 2020 09:37 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંતને લૉન્ચ કરનાર એકતા કપૂરે કહ્યું, એક અઠવાડિયું અને બધું બદલાયું

સુશાંત સિંહ રાજપૂત, એકતા કપૂર

સુશાંત સિંહ રાજપૂત, એકતા કપૂર


બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી લીધી. ટીવી ઇન્ડસ્ટ્રીથી પોતાના કરિઅરની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મો સુધીની સફર કરી છે. સુશાંત સિંહ રાજપૂતને પહેલો બ્રેક આપનાર એકતા કપૂર પણ તેના જવાથી દુઃખી છે. તેમણે લખ્યું છે કે આ યોગ્ય નથી. એક અઠવાડિયું અને બધું બદલાઈ જાય છે.

એકતાએ સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂત સાથે એક વાતચીતનો સ્ક્રીન શૉટ શૅર કર્યો. આમાં તે સુશાંત વિશે લખે છે કે 50માંથી 35 સ્લૉટ પછી આફણે ટૉપ 50થી બહાર થઈ ગયા. ઝીએ આપણને આ શૉ દ્વારા એક તક આપી હતી, જે થિરુમતિસેલ્વમ પર આધારિત હતો. તે છોકરાને લીડ તરીકે કાસ્ટ કરવા માગતી હતી, જે શૉમાં સેકેન્ડ લીડ હતો. ઝી આ માટે તૈયાર નહોતું, પણ અમે જણાવ્યું કે આ સ્માઇલ લાખોના દિલ જીતી લેશે. હકીકતે, એકતા અહીં 'પવિત્ર રિશ્તા' શૉ વિશે વાત કરતી હતી.



સુશાંતે જવાબમાં લખ્યું હતું, "અને આ માટે હું હંમેશાં તમારો આભારી રહીશ એકતા મૅમ". ત્યાર બાદ એકતાએ લખ્યું, "આઇ લવ યૂ સુશી". આ સ્ક્રીનશૉટ્સ શૅર કરતાં એકતાએ લખ્યું, "સુશાંત તે આ સારું નથી કર્યું. એક અઠવાડિયું અને બધું બદલાઇ જાય છે. આ યોગ્ય નથી."



એકતા કપૂરે આપ્યો પહેલો બ્રેક
સુશાંત સિંહ રાજપૂતની અંદરના ટેલેન્ટને સૌથી પહેલા ઓળખનાર એકતા કપૂર હતી. વર્ષ 2008માં પહેલી વાર બાલાજી ટેલિફિલ્મ્સે સુશાંતને ઓળખીને તેને 'કિસ દેશ મેં હૈ મેરા દિલ' શૉનો હિસ્સો બનાવ્યો. ત્યાર બાદ તક મળી, જ્યારે એકતા કપૂરે પવિત્ર રિશ્તા શૉ માટે સુશાંતને લીડ રોલ તરીકે કાસ્ટ કર્યો. આ માટે એકતાએ ચેનલને પણ મનાવી. આ સુશાંત સિંહ રાજપૂતના કરિઅર માટે સૌથી મોટું ટર્નિંગ પૉઇંટ સાબિત થયું.

પહેલી ફિલ્મ
સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ કાય પો છે હતી. આ તેણે તેની ટીવીની સફળતા પછી મળી. વર્ષ 2013માં આવેલી ફિલ્મે સુશાંતને નવી ઓળખ આપી. ત્યાર બાદ 'શુદ્ધ દેસી રોમાન્સ', 'એમ એસ ધોની:ધ અનટોલ્ડ સ્ટોરી' અને 'કેદારનાથ' જેવી ફિલ્મોમાં દેખાયો.

ડિપ્રેશનનો બન્યો શિકાર
સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઇમાં સ્થિત પોતાના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી. આ વાતની માહિતી નોકરે પોલીસને આપી. સુશાંતના આ પગલાનું કારણ ડિપ્રેશન માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. જો કે, તેણે કોઇપણ સુસાઇડ નોટ લખી નથી.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2020 09:37 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK