સુશાંત પર બનતી ફિલ્મમાં સચિન તિવારી ભજવશે લીડ રોલ, શૅર કર્યો ફર્સ્ટ લૂક

Updated: Jul 20, 2020, 19:03 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

સચિન તિવારીને વિજય શેખર ગુપ્તાના પ્રૉડક્શન હાઉસ હેઠળ બનતી ફિલ્મમાં લીડ રોલ ઑફર કરવામાં આવ્યો છે.

સચિન તિવારી ભજવશે સુશાંત સિંહ રાજપૂતનું પાત્ર
સચિન તિવારી ભજવશે સુશાંત સિંહ રાજપૂતનું પાત્ર

સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધન બાદ તેના જીવનથી પ્રેરિત ફિલ્મ 'સુસાઇડ યા મર્ડર: એક સ્ટાર જો ખો ગયા'માં ટિકટૉક(Tiktok) સ્ટાર સચિન તિવારી(Sachin Tiwari) લીડ રોલમાં દેખાશે. ટિકટૉક પર સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના ડુપ્લિકેટ તરીકે નામના મેળવનાર સચિન તિવારી(Sachin Tiwari) આ ફિલ્મમાં સુશાંતનું પાત્ર પડદા પર ભજવશે.

સચિન તિવારીને વિજય શેખર ગુપ્તાના પ્રૉડક્શન હાઉસ હેઠળ બનતી ફિલ્મમાં લીડ રોલ ઑફર કરવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે. આનું મોટા ભાગનું શૂટિંગ મુંબઇ અને પંજાબમાં કરવામાં આવશે. તો આ ફિલ્મને આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવી શકે છે.

 
 
 
View this post on Instagram

Life is what happens when you're busy making other plans.

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) onJul 18, 2020 at 11:31am PDT

આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પ્રૉડક્શન હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલી એક તસવીરમાં જોઇ શકાય છે. આ તસવીરમાં સચિનને ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડ્યૂસ કરતાં આઉટસાઇડર લખવામાં આવ્યું છે. જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સતત આ કહેવામાં આવી રહ્યું છે કારણકે તે ઇન્ડસ્ટ્રીમાં આઉટસાઇડર હતા તેથી તેમને બોલીવુડમાં સતત નિશાના પર રાખવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો : સુશાંત સાથે છેલ્લી વખત થયેલી વાતોને યાદ કરતાં મુકેશ છાબરાએ કહ્યું...

જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પ્રૉફેશનલ લાઇફમાં સારા સમયમાંથી પસાર થતાં સુશાંતે આવું પગલું કેમ લીધું તેનું કારણ તો હજી સામે નથી આવ્યું પણ મુંબઇ પોલીસ પર્સનલ અને પ્રૉફેશનલ દરેક એન્ગલથી આ હાઇ પ્રૉફાઇલ કેસની તપાસ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK