Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે તોડ્યો એવેન્જર્સનો રેકૉર્ડ

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે તોડ્યો એવેન્જર્સનો રેકૉર્ડ

07 July, 2020 03:03 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે તોડ્યો એવેન્જર્સનો રેકૉર્ડ

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


બોલીવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર ગઈ કાલે એટલે કે સોમવારે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં સંજના સંઘી લીડ અભિનેત્રી છે. બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. રિલીઝ થતાંની સાથે જ ફિલ્મના ટ્રેલરને 3.7 મિલિયન લાઇક્સ મળી. જો કે, 24 કલાકની અંદર જ આ ફિલ્મના ટ્રેલરને યુટ્યૂબ પર 4.5 મિલિયન લાઇક્સ મળ્યા, જે હોલીવુડની બ્લૉક બસ્ટર ફિલ્મ એવેન્જર્સ: ઇન્ફિનિટી વૉર એન્ડગેમના ટ્રેલર કરતાં પણ વધારે છે. ડીએન રિપોર્ટ પ્રમાણે મેગા બજેટ ફિલ્મ એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉરે 3.6 મિલિયન લાઇક્સ મેળવ્યા હતા. આની સાથે જ ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ સૌથી વધારે લોકપ્રિય ટ્રેલર બની ગયું છે.

ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર જેવું સામે આ્યું કે લોકો તેને ખૂબ જ પસંદ કરવા લાગ્યા. બોલીવુડના પણ ઘણાં સિતારાઓએ પણ આ ટ્રેલરના વખાણ કરી ફરી એકવાર સુશાંતને યાદ કરી તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આની સાથે જ સુશાંતના ચાહકો પણ પોતાના પ્રિય અભિનેતાને ટ્રિબ્યૂટ આપવા માગે છે, જે માટે ચાહકો પોતાનો પ્રેમ આ ફિલ્મ પર ખુલ્લા દિલે વરસાવી રહ્યા છે. ટ્રેલરનું રેકૉર્ડ જોઇને લાગે છે કે જે રીતે દર્શકો પ્રેમ લૂટાવી રહ્યા છે તેમ આ સિલસિલો જળવાઇ રહ્યો તો ફિલ્મ આગળ પણ ઘણાં એવા રેકૉર્ડ્સ પણ બનાવશે જે બધાંને ચોંકાવી દેનારા રેકૉર્ડ હશે.




જણાવવાનું કે, સુશાંતની ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તો ફિલ્મના ટ્રેલરમાં સુશાંત સિંહ રાજપૂતના કેટલાક એવા ડાયલૉગ્સ પણ છે જે સાંભળતાં જ આંખે પાણી ભરાઇ આવે. ટ્રેલરના એક સીનમાં સુશાંતનો ડાયલૉગ છે કે, "જન્મ ક્યારે લેવો અને મૃત્યુ ક્યારે છે. એ આપણે નક્કી નથી કરી શકતાં પણ જીવવું કેવી રીતે છે તે આપણે નક્કી કરી શકીએ છીએ." 'દિલ બેચારા' કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાની ડાયરેક્ટર તરીકેની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની અપોઝિટ સંજના સંઘી છે. તો સંજના અને સુશાંતની જોડી દર્શકો પહેલી વાર સ્ક્રીન પર એકસાથે દેખાવાની છે. આ ફિલ્મ અમેરિકન ફિલ્મ 'ધ ફૉલ્ટ ઇન ઑવર સ્ટાર્સ'ની હિન્દી રિમેક છે.

આ પણ વાંચો : Dil Bechara Trailer: સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહીં


જણાવવાનું કે ચાહકો આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની માગ કરતાં હતા, પણ લૉકડાઉનને કારણે મેકર્સને આ ફિલ્મ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવાનું યોગ્ય લાગ્યું. ફિલ્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર (Disney +Hotstar) પર 24 જુલાઇ, 2020ના રિલીઝ કરવામાં આવશે. જો કે, ચાહકો આ ફિલ્મને કોઇપણ પ્રકારના સબ્સ્ક્રિપ્શન વગર પણ જોઇ શકશે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 03:03 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK