દિશા સલિયનના મોત વિશે સાંભળીને બેભાન થયો હતો સુશાંત સિંહ રાજપૂત

Updated: 17th September, 2020 12:44 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાના ફ્લેટ મેટ સિદ્ધાર્થ પિઠાનીએ કર્યો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂત, દિશા સલિયન
સુશાંત સિંહ રાજપૂત, દિશા સલિયન

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોતની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમની સામે સુશાંતનાં ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની (Sidharth Pithani)એ મોટો ખુલાસો કર્યો છે. CBIની જાણકારી આપતાં સિદ્ધાર્થે જણાવ્યું કે, દિશા સાલિાયન (Disha Salian)ના મોતનાં સમાચાર સાંભળ્યા બાદ સુશાંત બેભાન થઈ ગયો હતો. તે બાદ જ્યારે તેને ભાન આવ્યું તો સુશાંતે કહ્યું કે, તે લોકો મને પણ મારી નાંખશે. પિઠાનીના આ નિવેદનને CBIની ટીમ સુશાંત અને દિશાની મોતનાં કનેક્શન સાથે જોડી રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ પિઠાનીએ CBIને કહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતને દિશા સલિયનના મોતના સમાચાર મળ્યા તો તે બેભાન થઈ ગયો હતો. જ્યારે સુશાંતને હોશ આવ્યો ત્યારે તે એમ જ કહેતો હતો કે તેને મારી નાખવામાં આવશે. સુશાંતે સિદ્ધાર્થને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધારવાની વાત કહી હતી. સિદ્ધાર્થ પિઠાનીના આ નિવેદનથી દિશા તથા સુશાંત મોત કેસમાં કનેક્શન હોવાની આશંકા છે. સિદ્ધાર્થ પિઠાનીએ વધુમાં કહ્યું હતું કે, દિશાના મોત બાદથી જ સુશાંત પોતાનું લેપટોપ, કેમેરા તથા હાર્ડ ડ્રાઈવ શોધતો હતો અને રિયાને ફોન પણ કર્યો હતો. જોકે, રિયા આઠ જૂનના રોજ તમામ સામાન લઈને પોતાના ઘરે જતી રહી હતી. આ વાતથી સુશાંતને ડર લાગ્યો હતો કે રિયાને તેના તમામ પાસવર્ડ ખબર છે અને તેથી જ તે બીજા લોકોની સાથે મળીને તેને ફસાવી ના દે.

25 જુલાઈના રોજ સુશાંતના પિતા કે કે સિંહે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, જ્યારે મીડિયા રિપોર્ટમાં દિશા સલિયનને સુશાંતની મેનેજર હોવાનું કહેવામાં આવ્યું તો અભિનેતાને ગભરામણ થવા લાગી હતી. ત્યારબાદ સુશાંતે રિયાને ફોન કર્યો હતો પરંતુ તેણે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ સુશાંત અંદરને અંદર ડરવા લાગ્યો હતો કે ક્યાંક રિયા તેને દિશાના સુસાઈડ માટે જવાબદાર ના ઠેરવે અને તેને ફસાવી ના દે.

તમને જણાવી દઈએ કે, દિશા સલિયનનું મૃત્યુ 8 જૂનના રોજ મલાડ સ્થિત એક બિલ્ડિંગના 14મા માળેથી પડીને થયું હતું. તેની પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નહોતી. ત્યારબાદ પોલીસે આ કેસને આત્મહત્યા ગણાવી હતી. તો એક અઠવાડિયા પછી એટલે કે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બન્નેના મૃત્યુ અંગે કંઈક કનેક્શન હોવાની આશંકા પ્રગટ કરવામાં આવી રહી છે.

First Published: 17th September, 2020 12:35 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK