મહેશ ભટ્ટની ઑફિસ કર્મચારીનો ખુલાસો, સુશાંત વિશે રિયા નિર્દેશક પાસેથી લેતી હતી સલાહ

Published: Jun 29, 2020, 20:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

મહેશ ભટ્ટની ઑફિસમાં કામ કરતી તેમની સહાયક સુહરિતા દાસે ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે અને રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા અનેક ખુલાસા કર્યા છે.

રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સુશાંત ઘણાં સમયથી ડિપ્રેશન સામે જજૂમી રહ્યો હતો. સાથે જ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે પણ વિવાદની ચર્ચા હતી. સુશાંતના નિધન બાદ રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. બીજી તરફ મુકેશ ભટ્ટે પણ બધાંને એ કહીને ચોંકાવી દીધા કે તે થોડોક સમય પહેલા સુશાંતને મળ્યા હતા ત્યારે તેની માનસિક સ્થિતિ યોગ્ય લાગી નહીં અને આ વિશે મહેશ ભટ્ટ સાથે તેણે વાત પણ કરી હતી. આ બધાં વચ્ચે મહેશ ભટ્ટની ઑફિસમાં કામ કરતી તેમની સહાયક સુહરિતા દાસે ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે અને રિયા ચક્રવર્તી સાથે જોડાયેલા અનેક ખુલાસા કર્યા છે.

સુહરિતા દાસના ફેસબૂક બાયો પ્રમાણે, તે મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની પ્રૉડક્શન કંપની વિશેષ ફિલ્મ્સમાં કામ કરે છે. સુહરિતાએ 14 જૂનના ફેસબૂક પર એક લાંબી પોસ્ટ લખી હતી જે હવે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત વિશે રિયા ચક્રવર્તી મહેશ ભટ્ટ પાસેથી સલાહ લેતી હતી.

Suhrita Das Deleted Post

સુહરિતા લખે છે કે, "પ્રિય રિયા, સુશાંત સિંહ રાજપૂતને લઈને આખું વિશ્વ શોક વ્યક્ત કરી રહ્યું છે અને હું તારી માટે દ્રઢ અને મજબૂત થઈને સદમામાંથી બહાર નીકળવાની પ્રાર્થના કરીશ. હું એક મૂક દર્શકની જેમ રહી છું. તું સુશાંતને શાંત અને સ્વસ્થ રાખવાના અથાગ પ્રયત્નો કરતી હતી. એક મા અને દેશની એક નાગરિક હોવાને નાતે મારું નૈતિક કર્તવ્ય છે કે ફરી એકવાર હું બધાંને યાદ અપાવું કે ડિપ્રેશન વિનાશકારી છે. ચિકિત્સા વિજ્ઞાનમાં આનો કોઇ જ ઉપાય નથી."

 
 
 
View this post on Instagram

Suhrita Das has openly said ‘sushant was slipping away’ & rhea was continuously informing & running to mahesh bhatt who advised her to leave sushant. who the hell is mahesh to be informed about anything regarding sushant?! #CBIEnquiryForSSR #SushantSinghRajput @sushantsinghrajput #cbienquiryforsushant #sushantsinghrajput #shwetasinghkirti #ripsushantsinghrajputsir💔🙏 #ripsushant #ripsushantsinghrajput🙏🙏 #bollywoodcelebrity #bollywoodstyle #bollywood #rheachakraborty #JusticeForSushantSinghRajput #justiceforsushantsinghrajput #loveyousushantsinghrajput❤️❤️ #hatebollywood #boycottkaranjohar #boycottnepotism #boycottsalmankhan #boycottaliabhatt #boycottkaranjoharmovies #bigscreen #dilbechara #rip #patna #bihar #love #support #help #justiceforsushantmurder

A post shared by Fake Bollywood (@hate_bollywood) onJun 28, 2020 at 9:02am PDT

સુહરિતા આગળ લખે છે કે, "તમે દરેક વાર ભટ્ટ સાબ પાસે સલાહ લેવા ઑફિસ આવતાં અથવા તેમની સાથે ફોન પર વાત કરતાં, તે દરમિયાન મેં તમારી યાત્રા, તમારો સંઘર્ષ જોયો હતો. સુશાંતની ટેરેસની તે સાંજ ભૂલી શકવી અશક્ય છે. લગભગ અનુભવ કર્યો કે તે સ્વસ્થ છે, જ્યારે તે દૂર જઈ રહ્યો હતો. મહેશ સરે જોઇ લીધું હતું અને એટલે જ તેમણે પોતાના માસ્ટર યૂજીની ચેતવણી આપતાં પરવીન બાબી વિશે કહ્યું હતું. તેમણે કહ્યું, "દૂર થઈ જાઓ અથવા આ તમને સાથે લઈ જશે."તમે તમારું બધું જ આપ્યું અને એટલું જ નહીં ખૂબ જ વધારે કર્યું."

જણાવવાનું કે સુશાંત સિંગ રાજપૂત સુસાઇડ કેસમાં પોલીસની તપાસ ચાલુંછે. અત્યાર સુધી 25થી વધારે લોકોને પૂછપરછ થઈ ગઈ છે. આ મામલે હવે સુશાંત સિંહ રાજપૂતના નજીકના મિત્રો અને અભિનેત્રી રિયા ચક્રવર્તી, રોહિણી અય્યર, સુશાંતના મેનેજર, ક્રિએટિવ મેનેજર સહિત અન્ય લોકોની પૂછપરછ થઈ ગઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK