Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એવું તે કયું કારણ છે કે મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલથી અળગા થઈ જશે કરણ જોહર?

એવું તે કયું કારણ છે કે મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલથી અળગા થઈ જશે કરણ જોહર?

27 June, 2020 07:03 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એવું તે કયું કારણ છે કે મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલથી અળગા થઈ જશે કરણ જોહર?

MAMIમાંથી રાજીનામું આપશે કરણ જોહર?

MAMIમાંથી રાજીનામું આપશે કરણ જોહર?


સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી તેમના ચાહકો દુઃખી છે અને સતત સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કરી રહ્યા છે. સુશાંતની આત્મહત્યા પાછળ નેપોટિઝ્મ અને બોલીવુડમાં થનારા રાજકારણને પણ જવાબદાર માનવામાં આવે છે. ચાહકો સતત સોશિયલ મીડિયામાં આ મુદ્દે વાદ-વિવાદ કરી રહ્યા છે. આ ક્રમમાં કરણ જોહર તેમના નિશાને આવી ગયા છે. સુશાંતના ચાહકોએ કરણ જોહર પર નેપોટિઝ્મને વધાવો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેમની સખત ટ્રોલિંગ બાદ કરણે ટ્વિટર પર બધાં સ્ટાર કિડ્સે ફૉલો કરવાનું બંધ કરી દીધું અને 14 જૂન પછી કોઇ પોસ્ટ નથી કરી. હવે સમાચાર આવી રહ્યા છે કે કરણ મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલ (MAMI)ના બૉર્ડમાંથી રાજીનામું આપી શકે છે અને આની પાછળ એક ખાસ કારણ છે.

મુંબઇ મિરરની રિપોર્ટ પ્રમાણે, કરણ આ વાતથી દુઃખી છે કે જ્યારે તેની સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ કરવામાં આવી રહી હતી તો ઇન્ડસ્ટ્રીનો કોઇપણ વ્યક્તિ તેની મદદ માટે આગળ ન આવ્યું. તેને કોઇએ પણ સપોર્ટ ન કર્યો. તેમણે બૉર્ડના બીજા પદાધિકારીઓને રાજીનામુ આપવાના સંબંધે મેલ કરી દીધો છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દીપિકા પાદુકોણે તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે. મામીના પેનલમાં વિક્રમાદિત્ય મોટવાને, સિદ્ધાર્થ રૉય કપૂર, ઝોયા અખ્તર અને કબીર ખાન છે.



જણાવવાનું કે સુશાંતે 14 જૂનના મુંબઇમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તેના આ પગલાંથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અચંબામાં છે કોઇને પણ વિશ્વાસ નહોતો થતો કે સુશાંતે આવું કંઇક કરી લીધું છે. ફક્ત 34 વર્ષની ઉંમરમાં તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું. કોઈ સ્પષ્ટ કારણ પણ નહોતું, જેને તેના મૃત્યુનું જવાબદાર માનવામાં આવે. શરૂઆતની પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો, જેની સારવાર થઈ રહી હતી. સુશાંતના મૃત્યુ બાદ કરણે આ બાબતે અફસોસ જાહેર કર્યો હતો કે એક વર્ષથી તે સુશાંતના સંપર્કમાં નહોતા. આ પોસ્ટના શબ્દો પરથી ખ્યાલ આવે છે કે તેણે આ ખૂબ જ ભારે હૈયે લખ્યું હશે.


સુશાંતે કરણ જોહરના પ્રૉડક્શનમાં બનેલી ફિલ્મ ડ્રાઇવમાં કામ કર્યું હતું, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સુશાંકની છેલ્લી ફિલ્મ માનવામાં આવી શકે છે. જો કે, સિનેમાઘરોમાં તેની છેલ્લી રિલીઝ છિછોરે હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2020 07:03 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK