ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન સહિત આ સેલેબ્ઝના પણ આપ્યા છે નામ

Published: Sep 12, 2020, 12:10 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

25 નામોમાંથી આ પાંચ નામનો થયો છે ખુલાસો, NCB બૉલીવુડના આ સેલેબ્ઝને પણ મોકલી શકે છે સમન્સ

સારા અલી ખાન, રિયા ચક્રવર્તી, રકુલ પ્રીત સિંહ
સારા અલી ખાન, રિયા ચક્રવર્તી, રકુલ પ્રીત સિંહ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં મોતની ગુત્થી ઉકેલતા ઉકેલતા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીનાં ડ્રગ્સ કનેક્શનનો ભાંડો ફોડી દીધો છે. હવે આરોપી રિયા ચક્રવર્તીએ આપેલા નિવેદનમાં બૉલીવુડના ખ્યાતનામ કલાકારોના નામ પણ આ ડ્રગ્સ કેસમાં સામે આવ્યા છે. રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ની ડ્રગ્સ સ્ટોરીમાં સારા અલી ખાન (Sara Ali Khan), રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), મુકેશ છાબડા (Mukesh Chhabra), સીમોન ખંભાટા (Simone Khambatta) અને રોહિણી અય્યર (Rohini Ayyar)નું નામ આવ્યું છે. NCB બહુ જલ્દી આ પાંચેયને સમન્સ મોકલી શકે છે.

ડ્રગ્સ ચેટ સામે આવ્યા પછી NCBએ રિયા ચક્રવર્તીની પુછપરછ કરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. હમણા એવા અહેવાલ આવ્યા હતા કે, NCBની રિપોર્ટમાં રિયા ચક્રવર્તીએ બી-ટાઉનના 25 સેલેબ્ઝના નામો આપ્યા છે. જે ડ્રગ્સ લે છે અથવા તો ડ્રગ્સ પાર્ટી કરે છે. તેમાંથી કેટલાક નામોનો ખુલાસો થઈ ગયો છે આવો જાણીએ:

સારા અલી ખાન:

sara ali khan

સારા અલી ખાનનું નામ સૂશાંત સિંહ રાજપૂતની હત્યા કેસમાં પહેલા પણ આવ્યું છે. સારાનું નામ થાઈલેન્ડ ટ્રીપ બખતે રિયા ચક્રવર્તીએ લીધું હતું અને હવે ડ્રગ્સ કનેક્શનમાં અભિનેત્રીનું નામ ફરી આવ્યું છે.

રકુલ પ્રીત સિંહ:

rakul preet singh

રિયા ચક્રવર્તીએ પોતાની ડ્રગ્સ ટીમમાં જે બીજા પ્લેયરનું નામ લીધુ છે તે નામ છે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ. રકુલનું ફિલ્મી કરિયર ભલે 2019માં શરૂ થયું હોય પરંતુ ડ્રગ્સ કરિયર 2009માં જ શરૂ થઈ ગયું હતું. રકુલ પ્રીત સિંહ દિલ્હીની રહેવાસી છે. નેશનલ લેવલ ગોલ્ફ રમી ચુકી છે પરંતુ હવે તેનો ખેલ બદલાઈ ચુક્યો છે. રકુલ પ્રીત હવે રિયા ચક્રવર્તીની ટીમમાં ડ્રગ્સનો ખેલ રમી રહી છે.

મુકેશ છાબરા:

mukesh chaabra

કાસ્ટિંગ ડાયરેક્ટર, એક્ટર ડાયરેક્ટર, સ્ક્રીનપ્લે રાઈટર અને હવે રિયાની ટ્રગ્સ સ્ટોરીના કેરેક્ટર. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ડાયરેક્ટર મુકેશ છાબરા જ છે પરંતુ રિયા ચક્રવર્તી અનુસાર તેના ડ્રગ્સના ખેલમાં મુકેશ પણ તેની સાથે છે.

સીમોન ખંભાટા:

simone khambatta

સીમોન ખંભાટા એક ડિઝાઈનર છે. તે રિયા ચક્રવર્તીની નજીકની મિત્ર છે અને રિયાના ડ્રગ્સ ગેમમાં તેની પાર્ટનર પણ છે. સીમોન, રિયા ચક્રવર્તીની સાથે સાથે બૉલીવુડના ઘણા બીજા સ્ટાર્સની પણ ખુબ નજીક છે. પરંતુ તેની મિત્ર રિયએ NCBને આપેલા એક નિવેદનમાં સીમોનને ડ્રગ્સના કીચડમાં ખેચી લીધી છે.

રોહિણી અય્યર:

rohini ayyar

રોહિણી અય્યર પોતાને સુશાંત સિંહ રાજપૂતની મિત્ર ગણાવે છે. પરંતુ રિયા ચક્રવર્તી જણાવે છે કે, રોહિણી અય્યરના હાથ ડ્રગ્સના ખેલમાં છે. રિયા ચક્રવર્તીએ NCBને આપેલા નિવેદન અનુસાર રોહિણીને ટૂંક સમયમાં પુછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. રોહિણી એક ફિલ્મ જર્નલિસ્ટ અને બૉલીવુડ પબ્લિસિસ્ટ છે.

અહેવાલો પ્રમાણે રિચા ચક્રવર્તીનું કહેવું છે કે, આ એ પાંચ નામ છે જે સુશાંત સિંહ રાજપૂતના મિત્રો હોવાનો દાવો કરે છે. પણ તેમને જ અભિનેતાને ડ્રગ્સની લત લગાડી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK