Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું ખરેખર રિયા અને તેના પરિવારે રાતો-રાત છોડ્યું મુંબઇ, જાણો હકીકત

શું ખરેખર રિયા અને તેના પરિવારે રાતો-રાત છોડ્યું મુંબઇ, જાણો હકીકત

02 August, 2020 09:05 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શું ખરેખર રિયા અને તેના પરિવારે રાતો-રાત છોડ્યું મુંબઇ, જાણો હકીકત

રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી


દિવંગત બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસ(Sushant singh Rajput Case)માં રોજે નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી(Rhea Chakroborty) પર જ્યારથી સુશાંતના પિતા કેકે સિંહે(KK Singh) એફઆઇઆર(FIR) નોંધાવી છે, ત્યારથી તે ઘણાં આરોપોમાં ઘેરાયેલી છે. અભિનેતાના મૃત્યુની પ્રાઇમ સસ્પેક્ટ રિયાને માનવામાં આવી રહી છે અને તેમના પરિવારે તાજેતરમાં જ મુંબઇ છોડી દીધું છે. તે રાતો-રાત ક્યાંક ચાલ્યા ગયા છે. રિયાની બિલ્ડિંગ મેનેજરે જણાવ્યું કે, ચક્રવર્તી પરિવાર, પિતા, માતા, ભાઇ અને પોતે રિયાએ મુંબઇ અપાર્ટમેન્ટ ખાલી કરી દીધું છે. મોટા મોટા સૂટકેસ સાથે તે બ્લૂ કલરની ગાડીમાં બેસીને ક્યાંક ચાલ્યા ગયા છે. તેમનું એ પણ કહેવું છે કે સુંશાંતે થોડાક દિવસ પહેલા રિયાના ઘરે જવાનું બંધ કરી દીધું હતું.

તો, બિહારના ડીજીપીનું કહેવું છે કે મુંબઇમાં તેમણે એક સ્પેશિયલ ટીમ મોકલી છે. રિયાની લોકેશન નથી મળી રહી. ટીમ આ કેસની ઝીણવટથી તપાસ કરી રહી છે. તાજેતરમાં જ રિયા ચક્રવર્તીએ એક વીડિયો શૅર કરીને કહ્યું કે તેમને ન્યાય વ્યવસ્થા અને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ છે.



રિયા ચક્રવર્તીએ વીડિયો દ્વારા કહ્યું કે, "મને ભગવાન અને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. મને ન્યાય અવશ્ય મળશે. મારા વિશે ઘણી મોટી વાતો કહેવામાં આવી. મને આ વિશે અત્યારે કોઇપણ ટિપ્પણી કરવાની મારા વકીલે ના પાડી છે."


જણાવવાનું કે રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી નોંધાવીને કેસ મુંબઇ પોલીસને ટ્રાન્સફર કરવાની માગ કરી. રિયાએ કહ્યું કે, સુશાંતની આત્મહત્યામાં તેનો કોઇ હાથ નથી. જો કે, અરજીમાં રિયાએ માન્યું છે કે તે છેલ્લા એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂત સાથે લિવ ઇનમાં હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2020 09:05 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK