Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sushant Singh Rajput Case: તે રાત્રે સુશાંતની પાર્ટીમાં કોણ હતું?

Sushant Singh Rajput Case: તે રાત્રે સુશાંતની પાર્ટીમાં કોણ હતું?

31 July, 2020 01:42 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Sushant Singh Rajput Case: તે રાત્રે સુશાંતની પાર્ટીમાં કોણ હતું?

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સુશાંતસિંહ રાજપૂતના (Sushant Singh Rajput) આપઘાત કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. મુંબઇ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હવે સુશાંતના પિતાની એફઆઈઆર બાદ બિહાર પોલીસે પણ તેના સ્તરેથી પ્રક્રિયા શરૂ કરી છે. તાજેતરમાં જ આ મામલામાં એક અન્ય ઘટસ્ફોટ થયો છે, જે મુજબ સુશાંતના મૃત્યુની આગલી રાતે તેમના ઘરે યોજાયેલી પાર્ટીમાં એક મોટું નામ પણ હાજર હતું.

અંકિતા લોખંડે (Ankita Lokhande) અને સુશાંત સિંહ રાજપૂતના રસોઈયાની પૂછપરછ કર્યા પછી બિહાર પોલીસ ટૂંક સમયમાં સુશાંતના નજીકના મિત્ર સિદ્ધાર્થ પિઠલાનીની પૂછપરછ કરે તેમ મનાઇ રહ્યું છે. આ પછી જ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવશે.  સિદ્ધાર્થ હાલમાં તો હૈદરાબાદ છે એટલે તેની પૂછપરછ કેવી રીતે થશે તે હજી નિશ્ચિત નથી થયું. આ ઉપરાંત દેવેશ સાવંત નામનો માણસ સુશાંતના સ્ટાફમાં હતો અને તેની પૂછપરછ પણ કરવામાં આવશે. રિયા તરફથી પોલીસને હાલમાં કોઇ જવાબ નથી મળી રહ્યો.



 


સુશાંતના CA ટ્રાન્ઝેક્શન અંગે શું કહે છે?             

સુશાંતના પિતાએ આરોપ મૂક્યો હતો કે સુશાંતના ખાતામાંથી લગભગ 15 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ છે. જ્યારે સુશાંતના સીએ કહે છે કે સુશાંતના ખાતામાં વધારે ટ્રાન્ઝેક્શન થયું ન હતું એટલું જ નહીં પણ તેમાં વધારે પૈસા પણ નહોતા. સીએએ જાન્યુઆરી 2019થી જૂન 2020 સુધી અહેવાલ આપ્યો તે અનુસાર કોટક મહિન્દ્રામાં ટર્મ ડિપોઝિટમાં 2 કરોડ રૂપિયા, રૂ. 3.87 લાખ ઘરનું ભાડું, KWAને 61  લાખ રૂપિયા તથા 26.40 લાખ તેના ફાર્મ હાઉસનું ભાડું ઉપરાંત 9 લાખ રૂપિયા ડોનેશનની રકમ, 2.5 કરોડમાં આસામથી કેરળનો પ્રવાસ જેવી વિગતો છે.


આ પણ વાંચોઃ રિયા ચક્રવર્તીએ SCને કહ્યું, મને ખોટી રીતે ફસાવાઇ રહી છે, અમે Live-inમાં હતા

એમ કહેવાય છે કે સુશાંતને ત્યાં જે પાર્ટી થઇ હતી તેમાં કોઇ રાજકારણીનો દીકરો હાજર હતો. ટાઇમ્સ નાઉએ આપેલા આ રિપોર્ટ અનુસાર કદાચ આ કારણે મુંબઇ પોલીસ તપાસમાં ઢીલ મૂકી શકે છે અને આ સમયથી જ સુશાંતના ઘરનાં CCTV કેમેરાઝ કામ નહોતા કરતા. વળી ટાઇમ્સ નાઉના રિપોર્ટ અનુસાર સુશાંતની બહેને રિયા પર આક્ષેપ મૂક્યો છે કે તે કામણ ટૂમણ અને કાળો જાદુ પણ કરતી હતી અને તેવું તેને સુશાંતના ઘરમાં કામ કરનારે જણાવ્યું હતું.

Enforcement Directorate (ED) દ્વારા સુશાંત કેસની વિગતો અંગે રાજ્ય પોલીસ ખાતા પાસે અમુક માગણીઓ મુકાઇ છે. EDના એક ઉચ્ચ સુત્રએ જણાવ્યા અનુસાર બેંક ટ્રાન્ઝેક્શન્સ જાણવા માટે બિહાર પોલીસે કરેલી FIRની ડિમાન્ડ કરાઇ છે. EDએ સુશાંતની માલિકીની બે કંપનીઓની વિગતો મેળવવાનો પ્રયાસ પણ શરૂ કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 01:42 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK