પેચીદો બને છે સુશાંતનો કેસઃબહેન અને Ex-GFના મતે રિયા સાથેનાં સંબંધો તંગ

Updated: Jul 30, 2020, 19:41 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

પેચીદો બને છે સુશાંત સિંહ રાજપૂત કેસઃ બહેન અને એક્સગર્લફ્રેન્ડના મતે રિયા સાથેનાં સંબંધો તંગ હતાં

સુશાંત સિંહ રાજપૂત(ફાઇલ ફોટો)
સુશાંત સિંહ રાજપૂત(ફાઇલ ફોટો)

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધન બાબતે દરરોજ ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. મંગળવારે સુશાંતના પિતા કે.કે. સિંહે રિયા ચક્રવર્તી(Rhea Chakraborty) વિરુદ્ધ ગંભીર આરોપો મૂકતા એફઆઇઆર નોંધાવી. ત્યાર બાદ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે(Ankita Lokhande)એ બિહાર પોલીસ(Bihar Police)ને સુશાંત કેસ સંદર્ભે જરૂરી માહિતી આપી. ગુરુવારે મુંબઇમાં બિહાર પોલીસે સુશાંતની બહેન અને કૂકના નિવેદનો પણ રેકૉર્ડ કર્યા. આ સાથે જ ગુરુવારે બિહાર પોલીસે સુશાંતના બેન્ક અકાઉન્ટ્સના ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરી છે. આ બધું થઈ રહ્યું છે ત્યારે સુશાંત વિશે ફિલ્મ બનાવનાર વિજય શેખર ગુપ્તાનો દાવો ચોંકાવનારો છે.

સુશાંત સિંહ રાજપૂત પરની ફિલ્મ જ સુશાંતના વિશે જણાવશે શું થયું તે..- વિજય શેખર ગુપ્તાનો દાવો
સુશાંતના જીવન પર આધારિત ફિલ્મ 'સુસાઇડ કે મર્ડર- અ સ્ટાર વૉઝ લોસ્ટ'માં સુશાંતના ડુપ્લિકેટ દેખાતા ટિકટૉક સ્ટાર સચિન તિવારી સુશાંતનું પાત્ર ભજવવાનો છે. વિજય શેખર ગુપ્તાને જ્યારે પૂછવામાં આવ્યું કે સુશાંત કેસમાં અભિનેતાના પિતા કેકે સિંહ દ્વારા દાખલ કરાયેલી એફઆઇઆર બાદ નેપોટિઝ્મને બદલે શંકાનો ઘેરાવો રિયા ચક્રવર્તી પર થયો હોવાથી શું તેમને તેમની સક્રીપ્ટમાં કોઇ ફેરફાર કરવા જેવા લાગે છે. ત્યારે વિજય શેખર ગુપ્તાએ દાવો કર્યો છે કે મારી ફિલ્મની સ્ક્રીપ્ટમાં આ બધું પહેલાથી જ છે. મારે સ્ક્રીપ્ટમાં કોઇપણ પ્રકારના ફેરફાર કરવાની જરૂર નથી. સુશાંતના પિતાએ જે કેસ નોંધાવ્યો છે તે તેમણે એક મહિનો પહેલા નોંધાવવાની જરૂર હતી. આટલા વર્ષોથી ફિલ્મો બનાવ્યા બાદ હવે મને એટલો તો અંદાજો છે કે હજી આ કેસમાં કેટલા નવા વળાંક આવશે અને કેટલા લોકોની ધરપકડ કરવામાં આવશે. હજી કોના કોના નિવેદનો નોંધાશે તે વિશેનો બધો જ ઉલ્લેખ મેં મારી ફિલ્મની સ્ક્રીપ્ટમાં કર્યો છે. અને મારી ફિલ્મ એ જ રિઝલ્ટ બતાવશે જ્યાં ખરેખર ઇન્વેસ્ટિગેશનનો અંત આવશે. કારણકે મારી ફિલ્મ 25 ડિસેમ્બર 2020ના રોજ રિલીઝ થવાની છે.

સુશાંત સિંહ રાજપૂત મામલે CBI તપાસની અરજી સુપ્રીમ કૉર્ટે ફગાવી, કહ્યું પોલીસને કરવા દો તેમનું કામ
અલ્કા પ્રિયા દ્વારા સુપ્રીમ કૉર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવે એવી માગ કરવમાં આવી હતી. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને વી રામાસુબ્રમણ્યમની બેન્ચે કહ્યું કે, "મુંબઇ પોલીસને તેમનું કામ કરવા દેવું જોઇએ, અને તો તમારી પાસે કોઇ નક્કર પુરાવા છે તો પછી બૉમ્બે હાઇ કૉર્ટ જાઓ." આખા દેશમાં દિવંગત અભિનેતાના ચાહકો સીબીઆઇ તપાસની માગ કરી રહ્યા છે. આ સિવાય બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ કેસ સીબીઆઇને સોંપવાની માગ કરી રહ્યા છે.

સુશાંતના સુસાઇડ દરમિયાન ઘરમાં હાજર હતો આ કુક, પોલીસે નોંધ્યું નિવેદન
ગુરુવારે બિહાર પોલીસે સુસાંતના કુકનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કર્યું છે. આ એ જ કુક છે જે સુશાંતના નિધન વખતે ફ્લેટમાં જ હાજર હતો. જ્યારે વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં પણ સુશાંતે દરવાજો ન ખોલ્યો, ત્યારે સિક્યોરિટી ગાર્ડને કહ્યું, પછી તાળું તોડનારાને પણ સુશાંતના કુકે જ બોલાવ્યો હતો. એવામાં બિહાર પોલીસે હવે અભિનેતાના કૂકની પૂછપરછ કરીને તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું છે.

બિહાર પોલીસને સુશાંતની બહેને જણાવી 9થી 12 જૂન સુધીની આખી ઘટના
અભિનેતાના નિધન બાદ બિહાર પોલીસની એક ટીમ મુંબઇ પહોંચીને ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ છે. દરમિયાન સુશાંતની બહેન મીતુ સિંહનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. મીતુ સિંહે પોલીસને 9થી 12 જૂન સુધીની આખી ઘટના વિશે વાત કરી જેમાં તેણે પોલીસને જણાવ્યું કે, "8 જૂનની સાંજે રિયા ચક્રવર્તીએ ફોન કરીને તેના અને સુશાંતના ઝગડા વિશે જણાવ્યું. જેના પછી હું બીજા જ દિવસે સુશાંતના બાન્દ્રામાં આવેલા ઘરે થોડાક દિવસ માટે ગઈ."

સુશાંતની બહેને જણાવ્યું કે, "સુશાંતે મને તેના અને રિયા વચ્ચે થયેલા ઝગડા વિશે કહ્યું. સુશાંતે કહ્યું હતું કે રિયા પોતાના અને તેના કેટલાક સામાન સાથે ઘર છોડીને ગઈ અને હવે કદાચ ક્યારેય પાછી નહીં આવે, આમ કહીને ગઈ. સુશાંત આ કારણે ખૂબ જ દુઃખી હતો. મેં તેને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો. હું ત્યાં ચાર દિવસ રોકાઇ. મારા બાળકો નાના છે એટલે હું 12 જૂનના બાન્દ્રાથી પાછી ફરી. મેં જતી વખતે પણ સુશાંતને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. મેં સ્વપ્નેય આવું નહોતું વિચાર્યું કે સુશાંત આવું પગલું લેશે."

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ બિહાર પોલીસને આપી કેસ સાથે જોડાયેલી કેટલીક માહિતી
જ્યારે બિહાર પોલીસે અંકિતા લોખંડેનો સંપર્ક કર્યો તો અંકિતાએ તેમને ઘણી બાબતો જણાવી. અંકિતાએ જણાવ્યું કે ફિલ્મ 'મણિકર્ણિકા'ના પ્રમોશન દરમિયાન સુશાંતે તેને વિશ કરવા માટે મેસેજ કર્યો હતો. ત્યારે જ ફિલ્મ માટે વધામણી આપ્યા બાદ બન્ને વચ્ચે ઘણી વાતચીત થઈ. આ દરમિયાન સુશાંત ખૂબ જ ભાવુક થયો અને જણાવ્યું કે રિયા સાથેના સંબંધોમાં તે ખૂબ જ હેરાન થઈ ગયો હતો. અને તે આ ખતમ કરવા માગે છે. સુશાંતે જણાવ્યું કે રિયા તેને ખૂબ જ હેરાન કરે છે.

 • 1/15
  સુશાંતે પોતાની ફિલ્મ કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. 

  સુશાંતે પોતાની ફિલ્મ કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. 

 • 2/15
  સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 પટનામાં થયો હતો. 34 વર્ષની વયે સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાન્દ્રા સ્થિત ઘરમાં ફાંસી ખાઈને આત્મહત્યા કરી.

  સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 પટનામાં થયો હતો. 34 વર્ષની વયે સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાન્દ્રા સ્થિત ઘરમાં ફાંસી ખાઈને આત્મહત્યા કરી.

 • 3/15
  સુશાંતે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2008 ટીવી સીરિયલ 'કિસ દેસ મેં હૈ મેરા દિલ'થી કરી હતી પણ તેમને લોકપ્રિયતા ઝીટીવી પર આવતી સીરિયલ પવિત્ર રિશ્તા દ્વારા મળી હતી.

  સુશાંતે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2008 ટીવી સીરિયલ 'કિસ દેસ મેં હૈ મેરા દિલ'થી કરી હતી પણ તેમને લોકપ્રિયતા ઝીટીવી પર આવતી સીરિયલ પવિત્ર રિશ્તા દ્વારા મળી હતી.

 • 4/15
  પવિત્ર રિશ્તા સીરિયલમાં સુશાંત સાથે એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ જોવા મળી હતી.

  પવિત્ર રિશ્તા સીરિયલમાં સુશાંત સાથે એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ જોવા મળી હતી.

 • 5/15
  બાદ સુશાંતે વર્ષ 2013માં 'કાય પો છે'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં સુશાંતની એક્ટિંગના જોરદાર વખાણ થયા હતા.

  બાદ સુશાંતે વર્ષ 2013માં 'કાય પો છે'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં સુશાંતની એક્ટિંગના જોરદાર વખાણ થયા હતા.

 • 6/15
  સુશાંતે રોમાન્ટિક, કૉમેડી, ડ્રામા, થ્રિલર, સ્પોર્ટ્સ ઈત્યાદિ જૉનરની ફિલ્મો કરી છે.

  સુશાંતે રોમાન્ટિક, કૉમેડી, ડ્રામા, થ્રિલર, સ્પોર્ટ્સ ઈત્યાદિ જૉનરની ફિલ્મો કરી છે.

 • 7/15
  સુશાંતની સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ થયા બાદ તેનું નામ ક્રિતી સેનન અને સારા અલી ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તાજેતરમાં રેહા ચક્રવર્તી સાથે રિલેશનમાં હોવાની ચર્ચા હતી. 

  સુશાંતની સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ થયા બાદ તેનું નામ ક્રિતી સેનન અને સારા અલી ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તાજેતરમાં રેહા ચક્રવર્તી સાથે રિલેશનમાં હોવાની ચર્ચા હતી. 

 • 8/15
  રેહા ચક્રવર્તી સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાની પણ ચર્ચા હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશન સામે જજૂમી રહ્યા હતા અને આખરે આ ડિપ્રેશને તેમનો ભોગ લીધો. 

  રેહા ચક્રવર્તી સાથે બ્રેકઅપ થઈ ગયું હોવાની પણ ચર્ચા હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશન સામે જજૂમી રહ્યા હતા અને આખરે આ ડિપ્રેશને તેમનો ભોગ લીધો. 

 • 9/15
  સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાન્દ્રા સ્થિત ઘરમાં ફાંસી ખાઇને આત્મહત્યા કરી. 

  સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાન્દ્રા સ્થિત ઘરમાં ફાંસી ખાઇને આત્મહત્યા કરી. 

 • 10/15
  સુશાંત સિંહ રાજપૂતે તેમની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની માતાની તસવીર સાથે પોતાની તસવીર કોલાજ કરીને કૅપ્શનમાં લખ્યું હતું કે "Blurred past evaporating from teardrops Unending dreams carving an arc of smile And a fleeting life, negotiating between the two... #माँ ❤️"

 • 11/15
  ફિલ્મની વાત કરીએ તો લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે વર્ષ 2013માં આવેલી 'કાય પો છે'

  ફિલ્મની વાત કરીએ તો લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે વર્ષ 2013માં આવેલી 'કાય પો છે'

 • 12/15
  સુશાંતની બીજી ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ' હતી. આ ફિલ્મમાં વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે રોમાન્સ કરતા નજર આવ્યા હતા.

  સુશાંતની બીજી ફિલ્મ 'શુદ્ધ દેસી રોમાન્સ' હતી. આ ફિલ્મમાં વાણી કપૂર અને પરિણીતી ચોપડા સાથે રોમાન્સ કરતા નજર આવ્યા હતા.

 • 13/15
  બાદ સુશાંત સિંહ રાજપૂત એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બાયૉપિક હતી. આ સુશાંતની સૌથી હિટ ફિલ્મ રહી.

  બાદ સુશાંત સિંહ રાજપૂત એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બાયૉપિક હતી. આ સુશાંતની સૌથી હિટ ફિલ્મ રહી.

 • 14/15
  સારા અલી ખાન સાથે સુશાંત વર્ષ 2018માં ફિલ્મ 'કેદારનાથ'માં નજર આવ્યા હતા. 

  સારા અલી ખાન સાથે સુશાંત વર્ષ 2018માં ફિલ્મ 'કેદારનાથ'માં નજર આવ્યા હતા. 

 • 15/15
  હવે વાત કરીએ ફિલ્મ 'છિછોરે'ની તો આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુશાંત સાથે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળી હતી.

  હવે વાત કરીએ ફિલ્મ 'છિછોરે'ની તો આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુશાંત સાથે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર લીડ રોલમાં જોવા મળી હતી.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK