SSR કેસ: એક ફિલ્મ માટે અભિનેતાને કરાયું હતું કરોડોનું પેમેન્ટ, EDનો ખુલાસો

Published: 21st November, 2020 12:09 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સુશાંત સિંહ રાજપૂતને એક ફિલ્મ માટે 17 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરાયું હતું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

14 જૂને આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ED)એ ફરીથી તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઇડીના હાથ સુશાંત સિંહ રાજપૂતને કરાયેલા કરોડો રૂપિયાના પેમેન્ટને લઈને એક ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અભિનેતાને તેની એક ફિલ્મ માટે સંદિગ્ધ પેમેન્ટ કરાયું હતું. આ રકમ અંદાજે 17 કરોડ રૂપિયાની માનવામાં આવી રહી છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂતને કરવામાં આવેલા 17 કરોડ રૂપિયાના પેમેન્ટની ઇડી તપાસ કરી રહ્યું છે. 17 કરોડનું આ પેમેન્ટ 2017માં સુશાંતની ફિલ્મ ‘રાબતા’ માટે કરાયું હતું. ઇડીએ આ સંબંધે ગયા મહિને ફિલ્મના નિર્માતા દિનેશ વિજાનની પૂછપરછ કરી હતી અને તેને પેમેન્ટ સંબંધિત કેટલાજ દસ્તાવેજો સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, તે હંગેરીમાં શૂટ થયેલ ફિલ્મના વિદેશી શૂટિંગ બજેટની વિગતો રજૂ કરી શક્યો ન હતો.

ઓવરસીઝ શૂટિંગ માટે ફિલ્મ નિર્માતાઓને પેમેન્ટ માટે કેટલીક રકમ આપવામાં આવે છે. જે દેશમાં શૂટિંગ પર ખર્ચ કરાયેલા કુલ બજેટના 20 ટકા રહે છે. આને વિદેશી ચુકવણી પરક્સ કહેવામાં આવે છે. એજન્સીને શક છે કે, પ્રોડયુસર વિદેશી સરકારોને ખાસ કરીને યૂરોપિયન દેશોની સરકાર વધારે ખર્ચની જાણકારી આપે છે જેથી વધુ પેમેન્ટનો લાભ મળી રહે. આ રૂપિયાને ફિલ્મના અભિનેતા અભિનેત્રીના પેમેન્ટ માટે ઉપયોગ કરી શકે. આ રૂપિયા સંબંધિત દેશના ચેનલની મદદથી ભારતમાં મોકલાય છે.

પ્રોડ્યુસર દ્વારા કરવામાં આવતા આ વ્યવહારો વિશે ઈન્ડિયા ટુડેએ સૌ પ્રથમ 14 ઓક્ટોબરે જાણ કરી હતી. ત્યારબાદ દિનેશ વિજાન દસ્તાવેજો જમા નહોતા કરી શક્યા અને તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં ઇડીને પ્રોડયુસરના ઘરમાંથી ફિલ્મના બજેટ સંબંધિત દસ્તાવેજો મળ્યા હતા. જે તેમણે બુડાપેસ્ટમાં અધિકારીઓને સુપરત કર્યા હતા. દસ્તાવેજો મુજબ, ફિલ્મનું બજેટ 50 કરોડ હતું, જેમાંથી 17 કરોડ સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ તેના પિતાએ રિયા ચક્રવર્તીની વિરુદ્ધમાં 15 કરોડ રૂપિયા ગાયબ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના આધારે ઇડીએ ફરી મની લોન્ડ્રિંગની તપાસ શરૂ કરી હતી. હવે 17 કરોડ રૂપિયાના પેમેન્ટને લઈને તપાસ શરૂ કરી છે. આ 17 કરોડ રૂપિયાની મિસિંગ પેમેન્ટને લઈને પ્રોડ્યુસર દિનેશ વિજાન સવાલોમાં ઘેરાયા છે. જ્યારે એજન્સીએ તેમને સમન્સ મોકલ્યું તો તેમણે કોરોના હોવાની વાત કહી અને પોતાનું મેડિકલ સર્ટિફિકેટ બતાવ્યું હતું.

દિનેશ વિજાન સિવાય ઈડીએ છેલ્લા કેટલાક દિવસોથી સુશાંત સિંહ રાજપૂતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને અભિનેતાનું અકાઉન્ટ સંભાળી રહેલા ઉદય સિંહ ગૌરીની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં મની લોન્ડ્રિંગને લઈને ઇડીની અત્યાર સુધીની તપાસમાં રિયા ચક્રવર્તીની વિરુદ્ધમાં કોઈ સબૂત મળ્યા નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK