Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Saaho અને Chhichhore વચ્ચે ટક્કર, ફાયદામાં શ્રદ્ધા કપૂર, જાણો કેવી રીતે

Saaho અને Chhichhore વચ્ચે ટક્કર, ફાયદામાં શ્રદ્ધા કપૂર, જાણો કેવી રીતે

03 August, 2019 03:00 PM IST | મુંબઈ

Saaho અને Chhichhore વચ્ચે ટક્કર, ફાયદામાં શ્રદ્ધા કપૂર, જાણો કેવી રીતે

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર


Saaho Vs Chhichhore બૉલીવુડમાં રિલીઝ ડેટ્સની મારામારી અટકવાનું નામ લેતી નથી. દર વર્ષે એટલી ફિલ્મો આવે છે કે ફિલ્મની રિલીઝ ડેટ લઈને ક્લેશ વધી જાય છે. મુસીબત વધારે થાય છે, જ્યારે બે મોટી ફિલ્મો આમને-સામને આવી જાય છે. આ વર્ષે પણ આવું ઘણી વાર થયું છે, જ્યારે ટક્કરથી બચવા માટે ફિલ્મોની રિલીઝ ડેટને આગળ-પાછળ કરવામાં આવી છે.

30 ઑગસ્ટે સુશાંત સિંહ રાજપૂર (Sushant Singh Rajput) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ની ફિલ્મ (Chhichhore) રિલીઝ થવાની હતી, જે દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. ત્યાં 15 ઑગસ્ટે અક્ષય કુમારની મિશન મંગલ (Mission Mangal) અને જૉન અબ્રાહમની બાટલા હાઉસ (Batla House)ની સાથે સાહો પણ રિલીઝ થવાન હતી. 15 ઑગસ્ટની આ મહાટક્કરને ટાળવા માટે સાહોની રિલીઝ ડેટને આગળ વધારીને 30 ઑગસ્ટ કરવામાં આવી છે, જેના લીધે છિછોરે અને સાહો આમને-સામને આવી ગઈ છે. આ ક્લેશથી બચવા માટે હવે છિછોરેની રિલીઝ ડેટ 6 સપ્ટેમ્બર કરવામાં આવી છે.



રસપ્રદ વાત એ છે કે છિછોરો અને સાહોની રિલીઝ ડેટ ટાળવાથી શ્રદ્ધા કપૂરે રાહતના શ્વાસ લીધા, કારણકે બન્નેજ ફિલ્મોમાં ફીમેલ લીડ છે અને શ્રદ્ધા માટે બન્ને જ ફિલ્મ મહત્વની છે. સાહો એક મેગા બજેટ એક્શન ફિલ્મ છે, જેને તેલુગુની સાથે તામિલ, મલયાલમ અને હિન્દીમાં પણ બનાવવામાં આવી છે. શ્રદ્ધા આ ફિલ્મમાં જોરદાર એક્શન કરતી પણ જોવા મળશે.


આ પણ જુઓ : Anjali Desai: આ બ્રિટિશ સિંગર છે મૂળ ગુજરાતી

ત્યાં છિછોરે દંગલ જેવા બ્લૉકબસ્ટર ફિલ્મ આપનારા નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ છે. અલબત્ત છે કે આ ફિલ્મને લઈને પણ ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મના બધા મુખ્ય કલાકારના રૂપમાં જોવા મળશે. એવામાં શ્રદ્ધાને સાહો દ્વારા ભરપૂર એક્શન સ્કિલ્સ દેખાડવાની તક મળશે, જ્યાં છિછોરેમાં એક્ટિંગ સ્કિલ્સમાં જોવા મળશે. સાથે જ બન્ને ફિલ્મોના પ્રમોશન માટે પણ સમય પણ આપી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 03:00 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK