સુરત આગઃ આ બોલીવુડ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

Published: 25th May, 2019 17:14 IST | મુંબઈ

આ ઘટના બાદ લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કેટલાક બોલીવુડ સિતારાઓ સુધી પણ આ આગની વેદનાઓ પહોંચી છે અને તેમણે પણ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.

આ અભિનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ (તસવીર સૌજન્ય મિડ ડે)
આ અભિનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ (તસવીર સૌજન્ય મિડ ડે)

ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બને છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે, અને તેવી ઘટનાઓ સાંભળ્યા બાદ હ્રદય દ્રવી ઊઠે છે. એવી જ હ્રદયદ્રાવક ઘટના ગુજરાતમાં આવેલા સુરતમાં બની છે. જે 24 મેના કોચિંગ ક્લાસેસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં લગભગ 21 વિદ્યાર્થીઓની મૃત્યુના સમાચાર આવ્યા છે. આ ઘટના બાદ લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કેટલાક બોલીવુડ સિતારાઓ સુધી પણ આ આગની વેદનાઓ પહોંચી છે અને તેમણે પણ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.

આ ઘટના બાદ અમિતાભ બચ્ચન, ઊર્મિલા માતોંડકર સહિત અન્ય ઘણા સ્ટાર્સે ટ્વિટ કર્યું છે. અમિતાભે ટ્વિટમાં લખ્યું છે કે - "સૂરતમાં દુઃખદ ઘટના બની છે. 14થી 17 વર્ષના બાળકો ભયાવહ આગમાં ફસાયા અને તેનાથી બચવા માટે નીચે કૂદી પડ્યા અને તેને લીધે મૃત્યુ પામ્યા. એટલો દુઃખી છું કે કહી શકતો નથી. પ્રાર્થના કરીએ."

ઊર્મિલા માતોંડકર

અભિનેત્રી ઊર્મિલા માતોંડકરે લખ્યું કે આ ઘટનાથી તે ઘણી દુઃખી છે અને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અર્પુ છું તેમજ પ્રાર્થના કરું છું કે જે જોખમી છે તે જલ્દી સાજા થઇ જાય.

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર શ્રદ્ધાંજલિ આપતા લખે છે કે ભગવાન મૃતકોની આત્માને શાંતિ આપે. આ હ્રદયદ્રાવક ઘટના છે અને આપણે આપણી સુરક્ષા બાબતે સજાગ રહેવાની જરૂર છે અને નક્કર નિર્ણયો હોવા જોઇએ અને તેનું પાલન થતું હોવું જોઇએ.

શ્રદ્ધા કપૂર

અભિનેત્રી શ્રદ્ધા કપૂરે દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું છે કે "Deeply shocked and saddened to hear about the Surat fire tragedy. Heartbreaking. Prayers"

સોનૂ સૂદ

અભિનેતા સોનૂ સૂદે લખ્યું છે કે,'સુરતમાં ખૂબ જ દુઃખદ ઘટના બની. ઘણા અમૂલ્ય જીવોઆ આગનો ભોગ બન્યા. જેમણે પોતાના બાળકો ગુમાવ્યા તેવા પરિવારો પ્રત્યે હું સંવેદનશીલતા વ્યક્ત કરું છું.'

આ પણ વાંચો : બોલીવુડના હાલના સુપરસ્ટાર ક્યારેક દેખાતા હતા આવા !! જુઓ ફોટોઝ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK