સૂરજ થાપર હવે અકબર કા બલ બીરબલમાં

Published: 14th October, 2020 22:39 IST | Mumbai Correspondent | Rajkot

મૂળ વાર્તામાં કામરાન હજી મોડો દાખલ થવાનો હતો, પણ સિરિયલને મળેલા રિસ્પૉન્સ અને બાળકોનો વ્યાપ મેળવવાના ઇરાદાથી કામરાનનું પાત્ર વહેલું લાવવામાં આવ્યું.

સૂરજ થાપર હવે અકબર કા બલ બીરબલમાં
સૂરજ થાપર હવે અકબર કા બલ બીરબલમાં

સ્ટાર ભારત રીલૉન્ચ થયા પછી જો સાચા અર્થમાં કોઈ એક શો ચાલ્યો હોય તો એ છે ‘અકબર કા બલ બીરબલ’. અસગર અલી, વિશાલ કોટિયન, ચારુ અસોપા અને અદિતિ સજવાન જેવા જાજરમાન ઍક્ટર સાથે હવે એક નવું નામ પણ ઉમેરાયું છે જે છે સૂરજ થાપર. હા, સૂરજ થાપર પણ હવે શોમાં દાખલ થઈ રહ્યા છે. સૂરજ થાપર કામરાનના રોલમાં જોવા મળશે. કામરાન નેગેટિવ કૅરૅક્ટર છે અને એ બીરબલનું કામ સતત વધાર્યા કરે છે તો બીરબલ પણ એ પનોતીને અવગણવાનું કામ કરતો રહે છે. બાળકોને મજા આવે અને શોમાં ટશન વધે એવા હેતુથી કામરાનનું પાત્ર લાવવામાં આવ્યું છે. મૂળ વાર્તામાં કામરાન હજી મોડો દાખલ થવાનો હતો, પણ સિરિયલને મળેલા રિસ્પૉન્સ અને બાળકોનો વ્યાપ મેળવવાના ઇરાદાથી કામરાનનું પાત્ર વહેલું લાવવામાં આવ્યું.
કામરાન બનતા સૂરજ થાપરે કહ્યું, ‘શો કૉમેડી છે, પણ કૉમેડી શોમાં એક શીખ પણ સતત ચાલતી રહી છે એ સૌથી સારી વાત છે. શો બાળકોને ગમે છે એનાથી બેસ્ટ વાત બીજી કોઈ નથી. શોમાં આવ્યો છું ત્યારે મારા પર જવાબદારી વધારે હોય એવી મને સતત ફીલ આવી રહી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK