સારી TRP છતા હિટ ટીવી શો 'યે ઉન દિનો કી બાત હૈ' થશે બંધ, જાણો કારણ

Published: Jul 15, 2019, 14:50 IST | મુંબઈ

સારી ટીઆરપી હોવા છતા શો યે ઉન દિનો કી બાત હૈ જલ્દી જ બંધ થઈ રહ્યો છે. જાણો શા માટે મેકર્સે આ નિર્ણય લીધો છે.

આ શો થવા જઈ રહ્યો છે બંધ
આ શો થવા જઈ રહ્યો છે બંધ

સોની ટીવી પર પ્રસારિત થયો શો યે ઉન દિનો કી બાત હૈ 90ના દાયકાની યાદ અપાવે છે. આ શોએ પોતાના અલગ કૉન્સેપ્ટના કારણે ખૂબ જ ટીઆરપી મેળવી છે. જો કે શો ના ચાહકો માટે ખરાબ સમાચાર છે કારણ કે એક મહિનામાં શો બંધ થવા જઈ રહ્યો છે.

મળતા અહેવાલો પ્રમાણે સતત સારી ટીઆરપી મળવા છતા શો ને ઑફ એર કરવામાં આવી રહ્યો છે. જેનો નિર્ણય ચેનલે પોતે લીધો છે. ચેનલે નક્કી કર્યું છે કે ઑગસ્ટ મધ્યમાં આ શોને ખતમ કરી દેવામાં આવશે, જેનો કારણ શોનો કન્સેપ્ટ અને કહાની છે. મેકર્સનું માનવું છે કે શોની કહાની એવા મોડ પર આવી ચુકી છે કે જેમાં શોને વધુ ખેંચવું ઠીક નહીં રે.

દર્શકોને સમીર અને નૈનાની ક્યૂટ લવ સ્ટોરી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ સીરિયલની કહાની 90ના દશકમાં સેટ કરવામાં આવી છે. કપડા, ડાયલોગ અને તમામ વાતોમાં 90ના દાયકાની ફ્લેવર જોવા મળે છે. શોના વિશે કહેવામાં આવે છે કે તેને કોઈ કલ્પનાના આધાર પર નથી બનાવવામાં આવ્યો તે શોના પ્રોડ્યૂસર સુમિત મિત્તલ અને શશિ મિત્તલની જ કહાની છે.

આ પણ વાંચોઃ મોહસીન ખાનઃ તમને ખબર છે ટેલિવુડનો આ હાર્ટથ્રોબ ગુજરાતી છે!

આ શો સપ્ટેમ્બર 2017માં શરૂ થયો હતો. જે હવે 17 ઑગસ્ટે બંધ થશે. કહાનીની વાત કરીએ તો લીડ રોલ નિભાવતા સમીર દીવાન હીરો બનવા માટે મુંબઈમાં છે. સમીરની સાથે નૈનાના સપનાને પણ ઉડાન મળી ગઈ છે. હવે નૈનાએ પણ લખવાનું શરૂ કરી ચુકી છે. એવામાં દરેક કિરદારની લાઈફ ટ્રેક પર આવી ગઈ છે. જોવાનું એ રહેશે કે ધારાવાહિકને કેવી રીતે પુરી કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK