Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હ્રિતિક રોશન રિયલ લાઈફ આનંદ કુમારને મળવા પહોંચશે

હ્રિતિક રોશન રિયલ લાઈફ આનંદ કુમારને મળવા પહોંચશે

16 July, 2019 12:51 PM IST |

હ્રિતિક રોશન રિયલ લાઈફ આનંદ કુમારને મળવા પહોંચશે

આનંદ કુમાર સાથે હ્રિતિક રોશન

આનંદ કુમાર સાથે હ્રિતિક રોશન


પટનાના ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન સંઘર્ષ પર બનેલી ફિલ્મ સુપર 30 ગુરૂ પુર્ણિમાનાં દિવસે બિહારમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. બિહારમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા માટે આનંદ કુમારે મુખ્યપ્રધાન નીતીશ કુમાર અને ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુરૂ પુર્ણિમાંના દિવસે ફિલ્મમાં આનંદ કુમારનો રોલ ભજવી રહેલા હ્રિતિક રોશન તેમના રિયલ લાઈફ આનંદ કુમારને મળવા પટણા જઈ રહ્યાં છે. ફિલ્મ સુપર 30 શુક્રવારે ભારત સહિત 71 દેશોમાં ધૂમ મચાવી રહી છે.

આનંદ કુમાર પટણામાં ગરીબ બાળકોને IITની પ્રવેશ પરીક્ષામાં પાસ કરાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યાં છે. આનંદ કુમાર સુપર 30 નામથી કોચિંગ સેન્ટર ચલાવી રહ્યા છે. તેમના આ પ્રયત્નોથી ગરીબ રિક્શા અને ચા વાળાથી લઈને મોચી કામ કરનારા માતા-પિતાના બાળકોને IITમાં એન્ટ્રી અપાવી ચૂક્યાં છે. ફિલ્મ આનંદના જીવન અને તેમની કોચિંગ ઈન્સ્ટીટ્યૂટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.



આ પણ વાંચો:Hetal Gada:નાની ઉંમરે જ ટેલેન્ટના પારખાં કરાવી રહી છે આ ગુજરાતી છોકરી


ફિલ્મ સુપર 30ના હિરો હ્રિતિક રોશન ગુરૂ પૂર્ણિમાના દિવસે પટણા પહોંચી રહ્યાં છે. પટણામાં કોચિંગ ઈન્સ્ટીટ્યૂટના સંસ્થાપક આનંદ કુમારનું ઘર પણ છે. ગુરુપુર્ણિમાંના દિવસે રિલ લાઈફ અને રીયલ લાઈફ આનંદ કુમાર તેમની કર્મભૂમિ પટણામાં મળશે. આનંદ કુમાર માટે આજની ગુરૂપુર્ણિમાં ખાસ રહેશે એક તરફ હ્રિતિક રોશન ખાસ તેમને મળવા પટણા પહોંચી રહ્યાં છે ત્યારે બિહાર સરકારે ફિલ્મ સુપર 30ને બિહારમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 12:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK