Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Box Office Prediction : હ્રિતિકની સુપર 30ની ઓપનિંગનું અનુમાન

Box Office Prediction : હ્રિતિકની સુપર 30ની ઓપનિંગનું અનુમાન

11 July, 2019 07:40 PM IST | મુંબઈ ડેસ્ક

Box Office Prediction : હ્રિતિકની સુપર 30ની ઓપનિંગનું અનુમાન

હ્રિતિક રોશન

હ્રિતિક રોશન


અઢી વર્ષના લાંબાગાળા પછી હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 શુક્રવારે 12 જુલાઇના રિલીઝ થઈ રહી છે. હ્રિતિક આ પહેલા 2017ની ફિલ્મ કાબિલ દ્વારા મોટા પડદા પર જોવા મળ્યો હતો. અઢી વર્ષનો સમય ઓછો નથી હોતો, જો કે હ્રિતિકના ચાહકો તેના કમબૅકની રાહ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. હ્રિતિક આ વખતે એક જુદા પ્રકારની ફિલ્મ દ્વારા દર્શકો વચ્ચે આવી રહ્યો છે.

સુપર 30 પટનાના કૉચિંગ સંચાલક આનંદ કુમારની બાયોપિક પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ માટે હ્રિતિકે પોતાનામાં ઘણાં ફેરફારો કર્યા છે. હ્રિતિકની આ પહેલી ફિલ્મ છે જે બાયોપિકના આધારે બની છે અને તે પણ એક લિવિંગ પર્સનાલિટીના પાત્રમાં જોવા મળશે. પોતાના પાત્ર માટે હ્રિતિકે પોતાને ટેન કર્યો છે અને લહેકો પણ ભોજપુરી કર્યો છે. સુપર 30થી ટ્રેડને ઘણી આશાઓ છે. જાણકારો માને છે કે ફિલ્મ પહેલા દિવસે 12-15 કરોડ કમાઇ શકે છે. હ્રિતિકની છેલ્લી ફિલ્મોનો ટ્રેન્ડ જોતાં સુપર 30ને આટલી ઓપનિંગ મળે તેવી આશા છે.



Super 30


સુપર 30 વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે. સમીક્ષકોએ ફિલ્મને સારા રિવ્યૂઝ આપ્યા છે. સુપર 30નો કૉચિંગ સંચાલક આનંદ કુમારની લોકપ્રિયતાનો કારણે લાભ મેળવી શકે છે. હ્રિતિકની છેલ્લી ફિલ્મ કાબિલ વર્ષ 2017ના જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 10.43 કરોડની ઓપનિંગ મળી હતી અને 126.85 કરોડનું લાઇફ ટાઇમ કલેક્શન મળ્યું હતું.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય


2016માં આવેલી મોહેનજો દડોએ 8.87 કરોડની ઓપનિંગ કરી હતી, જ્યારે ફિલ્મ 58 કરોડની આસપાસનું કલેક્શન મેળવી શકી હતી. 2014માં રિલીઝ થયેલી ફિલ્મ બેંગબેંગએ 27.54 કરોડનું કલેક્શન પહેલા દિવસે કર્યું હતું. 2013માં હ્રિતિકની સુપરહીરો ફિલ્મ ક્રિષ રિલીઝ થઈ, જેણે 24.25 કરોડની ઓપનિંગ લીધી હતી, જ્યારે 240.50 કરોડનું લાઇફ ટાઇમ કલેક્શન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 07:40 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK