Super 30:ફરી બદલાઈ રિલીઝ ડેટ, ઋતિકે હ્રદયસ્પર્શી ટ્વિટ કરી આપી માહિતી

મુંબઈ | May 09, 2019, 18:47 IST

ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર 30ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઋતિક રોશને ફિલ્મ સુપર 30ને લઈ એક હ્રદયસ્પર્શી ટ્વિટ કર્યું છે.

Super 30:ફરી બદલાઈ રિલીઝ ડેટ, ઋતિકે હ્રદયસ્પર્શી ટ્વિટ કરી આપી માહિતી

ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર 30ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઋતિક રોશને ફિલ્મ સુપર 30ને લઈ એક હ્રદયસ્પર્શી ટ્વિટ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋતિક રોશનની સુપર 30 અને કંગના રનોત-રાજકુમાર રાવની 'મેન્ટલ હૈ ક્યા' એક જ દિવસે રિલીઝ થવાની હતી. જો કે હવે સુપર 30ની રિલીઝ ડેટ બદલાઈ શકે છે.

કંગના અને ઋતિકની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની વાતથી જ સોશિયલ મીડિયા પર માહોલ ગરમાયો હતો. જો કે હવે ઋતિક રોશને એક લાગણીસભર પોસ્ટ કરીને ફિલ્મની રિલીઝ ડેટ બદલાવાની જાહેરાત કરી છે.

ઋતિકનું ટ્વિટ

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે રિલીઝ ડેટ ક્લેશ થવાને લઈ ઋતિક રોશન પર આરોપ લગાવ્યા હતા. રંગોલી ચંદેલે ટ્વિટ કરીને ઋતિક રોશન પર કંગના વિરુદ્ધ નેગેટિવ પીઆર કરવાનો આરોપ લગાવ્યો હતો. કંગના રનૌતનું પીઆર સંભાળનાર રંગોલી ચંદેલે લખ્યું કે એવા શખ્સ પાસેથી શું આશા રાખી શકો જે યુદ્ધના મેદાનમાં મળવાના બદલે પીઠ પર પ્રહાર કરે છે. જેટલો તુ અને તારો પીઆર ખરાબ થશો એટલુંજ ... અત્યાર સુધી હું આ વિશે નહોતી વિચારતી પરંતુ હવે તું જો...'

આ પણ વાંચોઃ આ છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની નવી પેઢીના સિતારાઓ

રંગોલી ચંદેલે એક સાથે સંખ્યાબંધ ટ્વિટ કરીને ઋતિક રોશનને ખરી ખોટી સંભળાવી હતી. જો કે હવે ઋતિક રોશને જાતે જ પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલવા માટે પ્રોડ્યુસર્સને અપીલ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK