Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Super 30 Box Office Collection:સાતમા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી

Super 30 Box Office Collection:સાતમા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી

19 July, 2019 05:37 PM IST | મુંબઈ

Super 30 Box Office Collection:સાતમા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી

Super 30 Box Office Collection:સાતમા દિવસે ફિલ્મે કરી આટલી કમાણી


હ્રિતિક રોશન અને મૃણાલ ઠાકુરની ફિલ્મ સુપર 30 બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મને થિયેટર્સમાં જોવા માટે સાતમા દિવસે પણ લોકો પહોંચી રહ્યા છે. ફિલ્મને માઉથ પબ્લિસિટીનો પણ ફાયદો મળી રહ્યો છે. ફિલ્મે સાતમા દિવસે એટલે કે ગુરુવારે પણ સારી કમાણી કરી છે. ગુરુવારે ફિલ્મે 6 કરોડનું કલેક્શન કર્યું છે.

ફિલ્મ સુપર 30ને અન્ય ફિલ્મો પણ સારી કોમ્પિટિશન આપી રહી છે. આ વીક એન્ડમાં હોલીવુડની ફિલ્મ ધ લાયન કિંગ પણ રિલીઝ થઈ છે, ત્યારે હ્રિતિક રોશનની ફિલ્મ સુપર 30 સામે મોટો પડકાર છે. 12 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ સુપર 30એ ગુરુવારે 6 હજાર કરોડની કમાણી કરી છે. આ પહેલા બુધવારે પણ ફિલ્મે 6.16 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 75 કરોડ થઈ ચૂકી છે.




આ પહેલા પાંચમા દિવસે એટલે કે મંગળવારે ફિલ્મે 6.39 કરોડની કમાણી કરી હતી. તો રિલીઝના દિવસે એટલે કે શુક્રવારે ફિલ્મે 11.83 કરોડ ઉસેટ્યા હતા. બીજા દિવસે શનિવારે 18.19 કરોડ, ત્રીજા દિવસે રવિવાર 20.74 કરોડ અને ચોથા દિવસે સોમવારે ફિલ્મે 6.92 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


આ પણ વાંચોઃ Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

એવી ચર્ચા છે કે ફિલ્મ સુપર 30ને શુક્રવારે રિલીઝ થયેલી ધ લાયન કિંગ કોમ્પિટિશન આપી શકે છે. ધ લાયન કિંગને કારણે સુપર 30ના કલેક્શન પર અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ધ લાયન કિંગમાં શાહરુખ ખાન અને તેના પુત્ર આર્યન સહિત ઘણા બોલીવુડ સ્ટાર્સે વોઈસ ઓવર કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 05:37 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK