વિક્રમ ભટ્ટની વેબ-સિરીઝ ‘અનામિકા’નું સની લીઓનીએ શૂટિંગ શરૂ કર્યું છે. 10 એપિસોડની આ વેબ-સિરીઝમાં સની લીઓની ઍક્શન કરતી જોવા મળશે. એનું શૂટિંગ મુંબઈમાં આ વર્ષના અંતમાં પૂરું કરવામાં આવશે. MX Player પર એ રિલીઝ થશે. સિરીઝ વિશે વધુ જણાવતાં વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘લૉકડાઉનને કારણે શૂટિંગને થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું. જોકે ઇન્ડસ્ટ્રી તો ક્યારે પણ કામ બંધ નથી કરતી. એથી અમે ત્યાં આવી ગયા છીએ જ્યાં અમને કામ કરવું ગમે છે. અમે સની સાથે હાલમાં જ શૂટિંગ શરૂ કર્યું છે. અમારા માટે આ સારી અને એક્સાઇટિંગ શરૂઆત છે. સનીને માર્શલ આર્ટ્સની સાથે હથિયાર ચલાવતા જોઈને દર્શકોને એક અલગ જ અનુભવ મળવાનો છે. આ ઍક્શન સિરીઝ થ્રિલિંગ પ્રોજેક્ટ રહેવાનો છે.’
સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સનીએ કૅપ્શન આપી હતી કે ‘સતનામ... નવી શરૂઆત કરી છે અને આવી રીતે મારું લૉકડાઉન ખતમ થયું. આ નવી જર્નીની શરૂઆત ખૂબ જ અદ્ભુત એવા વિક્રમ ભટ્ટની સાથે થઈ છે.’
દર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી
26th February, 2021 16:39 ISTકંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
26th February, 2021 15:47 ISTAmeesha Patel પર લાગ્યો અઢી કરોડની છેતરપિંડીનો આરોપ, કોર્ટે માંગ્યો જવાબ
26th February, 2021 15:41 ISTDeepika padukone સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું કામ, એક્ટ્રેસ થઈ હેરાન
26th February, 2021 15:13 IST