સની લિયોની બની રહી છે બિહારી !! વીડિયો થયો વાઈલ

Updated: Jun 23, 2019, 15:13 IST

વાયરલ વીડિયોમાં સની લિઓની બિહારી લેંગ્વેજ બોલે ત્યારે ભાષા મીઠી મીઠી લાગી રહી છે. સની લિઓની તેની આગામી ફિલ્મ કોકા-કોલા માટે બિહારી ભાષા શીખી રહી છે.

સની લિયોની બની રહી છે બિહારી
સની લિયોની બની રહી છે બિહારી

ફિલ્મ અભિનેત્રી સની લિઓનીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સની લિયોની ખબર અંતર પૂછી રહી છે. વીડિયોમાં સની લિઓની બિહારી ભાષામાં બોલવાનો પ્રયત્ન કરતી જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં સની લિઓની બિહારી લેંગ્વેજ બોલે ત્યારે ભાષા મીઠી મીઠી લાગી રહી છે. સની લિઓની તેની આગામી ફિલ્મ કોકા-કોલા માટે બિહારી ભાષા શીખી રહી છે.

 
 
 
View this post on Instagram

When you are so much into the character!! 😂 #SunnyLeone #MethodActing #kokaKola #UP #BihariDialect

A post shared by Sunny Leone (@sunnyleone) onJun 22, 2019 at 5:50am PDT

સની લિઓનીએ બોલીવૂડમાં પોતાના સફળ એક્ટિંગ કરીઅરથી બધાને આશ્ચર્યમાં મુકી દીધા છે. સની હવે પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. પોતાની આગામી ફિલ્મ કોકા-કોલામાં ઉત્તર પ્રદેશ અને બિહારની ભાષામાં વાત કરતી જોવા મળશે. ફિલ્મના શૂટિંગ માટે સની લિઓની ઉત્તરપ્રદેશમાં હતી.

સની લિઓનીની ફિલ્મ હોરર કોમેડી જોનરની છે. આ ફિલ્મ માટે સનીએ પોતાના બિહારી ભાષાના લહેકાનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરતી વખતે સની લિઓનીએ લખ્યું હતું કે, જ્યારે તમે તમારા રોલમાં ડૂબેલા હોય.' આ વીડિયો વાયરલ થતા #SunnyLeone #MethodActing #kokaKola #UP #BihariDialec ટ્રેન્ડ થયું હતું.

આ પણ વાંચો: કબીર સિંહ બોક્સ ઓફિસ: બીજા દિવસે પણ તાબડતોડ કમાણી

આ વિશે વાત કરતા સની લિઓનીએ કહ્યું હતું કે, 'જ્યારે મારા કામની વાત આવ છે. હું હમેશા નવી વસ્તુઓ કરવાનું અને નવી વસ્તુઓ શીખવા માટે તત્પર રહું છું ભલે તે નવી ભાષા કેમ ન હોય? કામ કરતા નવી વસ્તુઓ શીખવાની મજા જ કઈક અલગ છે. હાલ હું આગામી ફિલ્મને લઈને હું મારી ભાષા બોલવાની રીત પર મહેનત કરી રહી છું.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK