સની લિયોનીની આ સ્કિલ વિશે તો તમે પણ નહીં જાણતાં હોવ, જુઓ વીડિયો

Published: Nov 19, 2019, 20:20 IST | Mumbai Desk

સની લિયોની આ વીડિયોમાં ફુટબૉલ રમતી જોવા મળે છે. સની લિયોનીની આ સ્પોર્ટ્સ સ્કિલ વિશે ઘણાં ઓછા લોકો જાણે છે.

સની લિયોની સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ પર સની પોતાના ચાહકો માટે તસવીરો અને વીડિયો અપલોડ કરતી હોય છે. સની લિયોનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ઘણાં વાયરલ થતાં હોય છે. સની લિયોનીએ આજે એક નવો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે ચાર કલાકમાં આ વીડિયો 5.43 લાખથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે અને સેંકડો લોકોએ આના પર કોમેન્ટ કરી છે. સની લિયોની આ વીડિયોમાં ફુટબૉલ રમતી જોવા મળે છે. સની લિયોનીની આ સ્પોર્ટ્સ સ્કિલ વિશે ઘણાં ઓછા લોકો જાણે છે.

કરી રહી છે એક પછી એક ગોલ
સની લિયોની આ વીડિયોમાં ફુટબૉલને ઘણી સારી રીતે મૂવ કરતી અને એક પછી એક ગોલ કરતી દેખાય છે. આ પોસ્ટની કોમેન્ટ બૉક્સમાં ચાહકો સની લિયોનીના વખાણ કરી રહ્યા છે. એક ચાહકે તો એ પણ લખ્યું તે તેણે સનીની આ પ્રતિભા પર વિશ્વાસ નથી થઈ રહ્યો. આ પોસ્ટ પર હાર્ટ અને ફાયરવાળી ઇમોજીની ભરમાર છે. તમે પણ આ વીડિયો જોઈ શકો છો.

અબૂ ધાબીમાં છે સની લિયોની

સની લિયોની હાલ અબૂ ધાબીમાં છે અને ત્યાં ટી-10 લીગમાં ફ્રેન્ચાઇઝી ટીમ દિલ્હી બુલ્સનું પ્રમોશન કરી રહી છે. આ વીડિયોમાં સની લિયોની દિલ્હી બુલ્સની જર્સી અને ડેનિમ સ્કર્ટ પહેરીને ફુટબૉલ રમતી જોવા મળે છે. ટીમ દિલ્હી બુલ્સે અબૂ ધાબી ટી10 લીગમાં સનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. દિલ્હી બુલ્સ આ પહેલા બંગાળ ટાઇગર્સના નામથી રમતી હતી.

 
 
 
View this post on Instagram

What's my name..what's my name? 🎶 #SunnyLeone @delhibullst10 @t10league Outfit @fancypantsofficial

A post shared by Sunny Leone (@sunnyleone) onNov 18, 2019 at 11:05pm PST

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની લિયોની હાલ એમટીવી સ્પ્લિટ્સવિલા હોસ્ટ કરી રહી છે. તેમણે 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ 'જિસ્મ 2' સાથે ડેબ્યૂ કર્યો હતો. તે ફિલ્મોમાં નાના-નાના રોલમાં દેખાતી હતી. સાથે જ તેમણે કેટલાય મ્યૂઝિક વીડિયો અને આઇટમ સૉન્ગ કર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK