તૈમુર અને અને પોતાના પુત્રોની સરખામણી બાબતે સની લિયોનીએ આપ્યો જવાબ

Published: Jul 20, 2019, 19:46 IST

બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની અવારનવાર પોતાના બાળકો સાથેના ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણી વાર સની લિયોનીના પુત્ર અશરની સરખામણી કરિના અને સૈફના પુત્ર તૈમુર અલી ખાન સાથે કરવામાં આવી રહી છે.

બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની અવારનવાર પોતાના બાળકો સાથેના ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણી વાર સની લિયોનીના પુત્ર અશરની સરખામણી કરિના અને સૈફના પુત્ર તૈમુર અલી ખાન સાથે કરવામાં આવી રહી છે. હાલ તૈમૂર અલી ખાન અને સની લિયોનીના બાળકોને લઈને મીડિયામાં ભારે ચર્ચા જોવા મળી રહી હતી. તૈમૂર અને સની લિયોનીના પુત્રો અશદ એક સરખા જ લાગે છે જેને લઈને સની લિયોનીને પૂછવામાં આવ્યું હતું. સની લિયોનીએ પણ મીડિયાના સવાલોનો જવાબ સહજતાથી આપ્યો હતો.

ઉલ્લેખની છે કે, સની લિયોનીને 3 બાળકો છે. અશર, નોઆ અને નિશા. અશર તદ્દન તૈમૂર જેવા લાગે છે. જ્યારે સનીનો તેમના બન્ને બાળકો સાથે ફોટો આવે છે તો પહેલી નજરે તો કોઈ પણ વિચારમાં પડી જશે. આ પહેલી વાર નથી જ્યારે સની લિયોનીએ કોઈ ફોટો અપલોડ કર્યો હોય અને લોકો તેને તૈમૂર સમજી ગયા હોય.

એક ઈન્ટરવ્યૂમાં સની લિયોનીને જ્યારે તૈમૂર અને તેના બાળકોની સરખામણી વિશે પૂછવામાં આવ્યું તે સનીએ કહ્યું હતું કે, 'હા મને ખબર છે તૈમૂર અને અશદ-નોઆની દરેક જગ્યાએ સરખામણી કરવામાં આવી રહી છે. અશરનો ચહેરો ગોળ અને તૈમૂરનો ચહેરો પણ ગોળ છે. સોશિયલ મીડિયા પર લોકોને જે કરવું છે તે કરશે. તૈમૂર પણ ક્યૂટ છે અને અસર પણ એટલો જ ક્યૂટ છે.

આ પણ વાંચો: ડિવોર્સ બાદ મલાઈકા વિશે કાંઈક આવું બોલ્યા અરબાઝ ખાન, સંબંધોનો કર્યો ખુલાસો

સની લિયોની ઘણીવાર પતિ અને બાળકો સાથે જોવા મળે છે. વર્કફ્ન્ટની વાત કરીએ તો સની લિયોની હાલ અર્જુન પટિયાલામાં એક આઈટમ સોન્ગ પર ધ્યાન આપી રહી છે. આ સિવાય તે ફિલ્મ કોકોકોલાની તૈયારી કરી રહી છે. ફિલ્મમાં ઉત્તર પ્રદેશની સ્ટોરી દર્શાવવામાં આવી છે જેની માટે સની લિયોની ખાસ ઉત્તર પ્રદેશની સ્થાનિક ભાષા પણ શીખી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK