Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sunny Leone Video : એક્ટ્રેસ પર એના મેનેજરે કર્યો હુમલો, ડરી ગઈ છે સની

Sunny Leone Video : એક્ટ્રેસ પર એના મેનેજરે કર્યો હુમલો, ડરી ગઈ છે સની

05 September, 2019 05:53 PM IST | મુંબઈ

Sunny Leone Video : એક્ટ્રેસ પર એના મેનેજરે કર્યો હુમલો, ડરી ગઈ છે સની

સની લિયોની

સની લિયોની


Sunny Leone પોતાની એક ફિલ્મના સેટ પર બેઠી હતી, ત્યારે એના મેનેજરે એના પર પાછળથી હુમલો કર્યો હતો. જોકે આ એક પ્રેન્ક હતું, પરંતુ એનાથી અભિનેત્રી ડરી ગઈ. બાદમાં સની લિયોનીએ આ પ્રેન્કના વીડિયોને સોશિયલ મીડિયા પર શૅર કર્યો અને થોડા સમય બાદ આ વીડિયો વાયરલ પણ થઈ ગયો. ઈન્સ્ટાગ્રામ પર શૅર આ વીડિયોને એક કલાકમાં જ 77 હજારથી વધારે લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે એક નકલી અને મોટા લાલ રંગના હાથથી સનીના મેનેજરે એને પાછળથી પકડી લીધું.




આ પોસ્ટની સાથે સનીએ કેપ્શન લખ્યું, બધાએ મળીને મારી સાથે પ્રેન્ક પ્લે કરવાનો નિર્ણય લીધો હતો. તે બધા એમા સફળ પણ રહ્યા. મને ડરાવવા માટે સની રજની (સની લિયોનીનો મેનેજર)નો ધન્યવાદ. જલદી એનો બદલો લેવામાં આવશે.

 
 
 
View this post on Instagram

Prank epic FAIL !! My fake bloody hand was suppose to be scary and shocking! Didn’t end up that way at all!! @thehauterfly

A post shared by Sunny Leone (@sunnyleone) onSep 4, 2019 at 6:58pm PDT


થોડા સમય પહેલા સની લિયોનીએ પણ કહ્યું હતું પ્રેન્ક

હુમલાના પ્રેન્કના થોડા સમય પહેલા સની લિયોનીએ પોતાની સાથી અભિનેત્રી અને અભિનેતાઓને ડરાવવા માટે આવો જ પ્રેન્ક કર્યો હતો. સનીએ પોતાના સાથીઓ પર પાછળથી નકલી હાથ ફેંક્યો હતો, પરંતુ પ્રેન્ક ફેલ થઈ ગયું. કોઈ ડર્યું જ નહીં.


વાયરલ થયો હતો સની પર ગોળીબારનો વીડિયો

27 જૂને સની લિયોનીનો હજી એક પ્રેન્ક વીડિયો વાયરલ થયો હતો. એમાં દેખાઈ રહ્યું હતું કે ફિલ્મની શૂટિંગ દરમિયાન એની સાથે કલાકારે એના પર ગોળી ચલાવી. પણ નકલી ગોળી ખાઈને સની લિયાની પડી ગઈ, તો ફરીથી ઉઠી જ નહીં. બધા સાથી કલાકાર ડરી ગયા. શું થયું હશે એવો ડરથી બધાની હાલત ખરાબ થઈ ગઈ, ત્યારે એકાએક બેહોશ સની ઉઠી અને કહ્યું આ તો મજાક કરી રહી હતી.

આ પણ વાંચો : Dabangg 3 Release Date: જાણો ક્યારે થશે રિલીઝ, ફૅન્સે જોવી પડશે રાહ

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2019 05:53 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK