Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચેરિટી માટે સની લિયોનીએ કરી જાણીતા કલાકારના ચિત્રની નકલ, થઈ ટ્રોલ

ચેરિટી માટે સની લિયોનીએ કરી જાણીતા કલાકારના ચિત્રની નકલ, થઈ ટ્રોલ

29 October, 2019 05:28 PM IST | મુંબઈ

ચેરિટી માટે સની લિયોનીએ કરી જાણીતા કલાકારના ચિત્રની નકલ, થઈ ટ્રોલ

સની લિયોની થઈ ટ્રોલ

સની લિયોની થઈ ટ્રોલ


ફિલ્મ અભિનેત્રી સની લિયોનીને સોશિયલ મીડિયા પર એક પેઈન્ટિંગની નકલ કરવા પર ટ્રોલ કરવામાં આવી રહી છે, તેમની પેઈન્ટિંગ મૂળ રૂપે ફ્રાન્સના ચિત્રકાર મલાઈકા ફેવર દ્વારા બનાવવામાં આવેલી એક કલાકૃતિની નકર છે. એક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટે સોમવારે ફેવર અને સનીના પેઈન્ટિંગની આવી જ તસવીરોના સ્નેપશોટને શેર કરી તેની સમાનતાઓને બતાવી.

જે બાદ અભિનેત્રી સની લિયોનીએ પોતાની સફાઈ પણ આપી. સનીની બનાવવામાં આવેલી પેઈન્ટિંગને નકલ બતાવનારે સોશિયલ મીડિયા પર લખ્યું, અમે તમામ લોકો દાન કરવાના પક્ષમાં છીએ પરંતુ એક કલાકારના મૂળ કામને શ્રેય ચોરી કરવો અને તેને દાન માટે પોતાની જણાવીને તેની લીલામી કરી ગંદું કામ છે.





આ બાદ સની લિયોનીએ આ ઈન્સ્ટાગ્રામ પર તેનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે તેમણે મૂળ કલાકૃતિની નકલ નથી કરી. તેમને એક તસવીર આપવામાં આવી હતી, જેના પરથી તેમણે પોતાનું ચિત્ર બનાવ્યું છે. સની લિયોની લખે છે કે, તમને  સાચી જાણકારી આપતા મારે તમને જણાવવું છે કે આ પેઈન્ટિંગની ફોટો મને આપવામાં આવી હતી. મે તેને ફરીથી પેઈન્ટ કરવાનો નિર્ણય લીધો. મે કયારેય પણ નથી કહ્યું કે આ મે બનાવ્યું છે. મે બસ કળાના એક પેઈન્ટિંગને જીવિત કર્યું, મે તેને જોયું અને મને તેનાથી પ્રેમ થઈ ગયો.  તેની પ્રશંસાના રૂપમાં લેવું જોઈએ કારણ કે તે દાન માટે છે અને કેન્સર રોગીઓને દાન આપવામાં આવી રહ્યું છે.

sunnyસનીએ આગળ લખ્યું, 'ન ઓછું ન વધારે. ક્ષમા કરો, તમે આ વિશે વિચારી નથી રહ્યા કે તેને મે બાળકોની મદદ કરવા માટે પસંદ કર્યું છે. ચિત્ર તમારા કે મારા વિશે નથી. તેના માધ્યમથી હું મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. શુભકામનાઓ.'


આ પણ જુઓઃ પરિણીતિ કરતા પણ આને વધુ પ્રેમ કરે છે મલ્હાર, જુઓ તેની સાથેની ખાસ તસવીરો

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2019 05:28 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK